________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકક્ષુતા અધ્યયન-૮ શૌર્યદત્ત’ સૂત્ર-૩૨ ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીરે યાવત્ દુઃખવિપાકના સાતમાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો આઠમાનો યાવત્ શો અર્થ કહ્યો છે ? ત્યારે સુધર્મા અણગારે જંબૂ અણગારને આ પ્રમાણે કહ્યું - હે જંબૂ ! તે કાળે, તે સમયે શૌર્યપુર નગર હતું, શૌર્યાવર્તસક ઉદ્યાન હતું, શૌર્ય યક્ષ હતો, શૌર્યદત્ત રાજા હતો તે શૌર્યપુર નગરની બહાર ઈશાનખૂણામાં માછીમારોનો એક પાડો-મહોલ્લો હતો. ત્યાં સમુદ્રદત્ત નામે માછીમાર રહેતો હતો. તે અધાર્મિક યાવતુ દુપ્રત્યાનંદ હતો. તે સમુદ્રદત્તની સમદ્રદત્તા નામે પૂર્ણ પંચેન્દ્રિય શરીરી પત્ની હતી. તે સમુદ્રદત્તનો પુત્ર, સમુદ્રદત્તાનો આત્મજ શૌર્યદત્ત નામે સર્વાગ સંપન્ન પુત્ર હતો. તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા યાવત્ પર્ષદા પાછી ગઈ. તે કાળે, તે સમયે ગૌતમસ્વામી યાવત્ શૌર્યપુર નગરના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં યથા પર્યાપ્ત સમુદાન ભિક્ષા લઈને શૌર્યપુરથી નીકળ્યા. તે માછીમાર મહોલ્લાની કંઈક નજીકથી પસાર થતા મહા-મોટી મનુષ્યપર્ષદાની મધ્ય જોયું કે એક પુરુષ શુષ્ક, ભૂખ્યો, નિર્માસ દેખાતો હતો, અસ્થિ-ચર્મથી મઢેલ હાડકાનું પંજર જેવુ શરીર હતું. હાડકા કડકડ કરતા હતા. તેણે ભીનું વસ્ત્ર પહેરેલું. તેના ગળામાં માછલીનો કાંટો લાગેલો હતો. તેથી તે કષ્ટકારી, કરુણ, વિસ્વરે આક્રંદ કરતો હતો. વારંવાર તે પરુ, લોહી અને કૃમિના કોગળા વમતો હતો, તેવા પુરુષને જોયો, જોઈને ગૌતમસ્વામીને આવો વિચાર થયો –આ પુરુષ નક્કી તેના જૂના કર્મોનું ફળ ભોગવે છે. આ પ્રમાણે વિચારી ભગવંત મહાવીર પાસે આવ્યા યાવત્ તે પુરુષનો પૂર્વભવ પૂછયો યાવત્ ભગવંતે ઉત્તર આપ્યો - હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં નંદીપુર નગર હતું, મિત્ર રાજા હતો, તે રાજાને શ્રીયક નામે રસોયો હતો. તે અધાર્મિક યાવત્ દુપ્રત્યાનંદ હતો. તે શ્રીયક રસોઈયાને ઘણા મચ્છીમાર, વાગુરિક, શાનિક દૈનિક ભોજન-વેતનથી હતા. તે રોજ ઘણા નાના મત્સ્ય યાવત્ પતાકાતિપતાક મત્સ્ય, બકરા યાવત્ પાડા, તિતર યાવત્ મોરને જીવિતથી રહિત કરીને શ્રીયક રસોઈયા પાસે લાવતા. બીજા પણ ઘણા તિતર યાવતું મોરને પાંજરામાં પૂરીને રહેતા હતા. બીજા પણ ઘણા પુરુષો દૈનિક ભોજન-વેતનથી ઘણા તિતર યાવતું મોરને મારી નાંખીને શ્રીયકને આપતા. ત્યારે તે શ્રીયક રસોઈયો ઘણા જલચર, સ્થલચર, ખેચરના માંસને કાપણી વડે કાપી રાખતો, તે આ - સૂક્ષ્મ, ગોળ, દીર્ઘ, હ્રસ્વ કકડા કરી, હીમમાં પકાવી, જમ્મ-ધમ્મવેગ વાયુથી પકાવી, કાળા-હીંગલોક વર્ણવાળા કરી, છાસ-આમળા-દ્રાક્ષ-કોષ્ઠ-દાડમ-મચ્છીના રસથી મિશ્ર કરી, પછી તેને અગ્નિએ મૂકી, તેલ આદિથી તળીને, ભૂજીને, પકાવીને તૈયાર કરતો હતો. બીજા પણ ઘણા મત્સ્ય, મૃગ, તેતરના માંસના રસ યાવતું મોરના માંસના રસ તથા બીજું વિપુલ લીલું શાક આદિ તૈયાર કરાવતો હતો, મિત્ર રાજાના ભોજન સમયે લઈ જતો. તે શ્રીયક રસોઈયો પોતે પણ ઘણા માંસ આદિ યાવત્ જલચર આદિના માંસના રસ, લીલા શાક એ સર્વે શેકેલા, તળેલા, રાંધેલા હતા, તે સર્વેના ભોજનની સાથે મદિરાનું આસ્વાદન કરતો હતો. ત્યારે તે શ્રીયક રસોઈયો, આ અશુભ કર્મથી ઘણા પાપકર્મ ઉપાર્જીને 3300 વર્ષનું પરમાણુ પાળીને મૃત્યુ અવસરે મરીને છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. ત્યારે તે સમુદ્રદત્તા નિંદૂ હતી. તેણીના જન્મતા બાળકો જ નાશ પામતા. હતા. ગંગદત્તાની જેમ વિચાર્યું, પૂછીને માનતા માની, દોહદ થયો યાવત્ બાળક થયો. યાવત્ અમારો આ પુત્ર શૌર્ય યક્ષની માનતાથી પ્રાપ્ત થયો. તેથી અમારા આ પુત્રનું શૌર્યદત્ત નામ થાઓ. શૌર્યદત્ત પુત્ર, પંચધાત્રી વડે પાલન કરાતો યાવત્ બાલ્યભાવથી મુક્ત થઈને, વિજ્ઞાન પરિણત માત્ર થઈ, યૌવનને પામ્યો. મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 32