________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુત યક્ષને શ્વેત વસ્ત્ર પહેરાવ્યા. મહાઈ પુષ્પ-વસ્ત્ર-ગંધ-ચૂર્ણા રોહણ કર્યું. કરીને ધૂપ ઉવેખ્યો. ઢીંચણથી પગે પડીને આમ કહ્યું - દેવાનુપ્રિય ! જો હું બાળક કે બાલિકાને જન્મ આપીશ, તો તમારી અક્ષયનિધિમાં વૃદ્ધિ કરીશ યાવત્ માનતા માની, માનીને જે દિશામાંથી આવેલી, તે દિશામાં પાછી ગઈ. ત્યારપછી તે ધવંતરી વૈદ્યનો જીવ તે નરકોમાંથી અનંતર ઉદ્વર્તીને આ જ જંબુદ્વીપમાં પાડલસંડ નગરમાં ગંગદત્તાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. ત્યારપછી તે ગંગદત્તાને ત્રણ માસ બહુ પ્રતિપૂર્ણ થતા આવા સ્વરૂપનો દોહદ ઉત્પન્ન થયો - તે માતાઓ ધન્ય છે યાવતુ તેમનું જીવિત સફળ છે જે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમાં તૈયાર કરાવે છે, કરાવીને ઘણી સ્ત્રીઓ સાથે યાવત્ પરીવરીને તે વિપુલ અશનાદિ અને સુરાને તથા પુષ્પ આદિને યાવતુ ગ્રહણ કરીને પાડલસંડ નગરની વચ્ચોવચ્ચથી નીકળે છે, નીકળીને પુષ્કરિણી જાય છે. જઈને પુષ્કરિણીમાં ઊતરે છે, સ્નાન યાવત્ પ્રાયશ્ચિત્ત કરી, તે વિપુલ અશનાદિ ઘણા મિત્ર, જ્ઞાતિજન યાવત્ સ્ત્રીઓ સાથે આસ્વાદતી. પોતાના દોહદને પૂર્ણ કરે છે. આ પ્રમાણે વિચાર્યું. વિચારીને બીજે દિવસે યાવત્ સૂર્ય જાજ્વલ્યમાન થતા સાગરદત્ત પાસે આવીને આમ કહ્યું - તે માતાઓ ધન્ય છે યાવત્ દોહદ પૂર્ણ કરે છે તો હું પણ યાવત્ તેમ ઇચ્છું છું. ત્યારે સાગરદત્ત સાર્થવાહે ગંગદત્તાને આ વાત માટે અનુજ્ઞા આપી. ત્યારે તે ગંગદત્તા સાગરદત્તની અનુજ્ઞા પામવાથી વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવે છે. તે વિપુલ અશનાદિ અને સુરા આદિ તથા ઘણા પુષ્પાદિ એકઠા કરાવે છે. પછી યાવત્ સ્નાન કરી, બલિકર્મ કરી ઉબરદત્તના યક્ષાયતને યાવત્ ધૂપ ઉવેખી, પુષ્કરિણીએ જાય છે. પછી તે મિત્ર યાવત્ મહિલાઓ ગંગદત્તા સાર્થવાહીને સર્વાલંકારથી વિભૂષિત કરે છે. ત્યારપછી ગંગદત્તા તે મિત્ર, જ્ઞાતિજન, બીજી પણ ઘણી નગર સ્ત્રીઓ સાથે તે વિપુલ અશનાદિ અને સુરાને આસ્વાદતા. દોહદને પૂર્ણ કરે છે, કરીને જે દિશામાંથી આવેલી તે દિશામાં પાછી જાય છે. તે ગંગદત્તા પ્રશસ્ત દોહદવાળી થઈને ગર્ભને સુખે સુખે વહન કરે છે. પછી તેણી નવ માસ બહુ પ્રતિપૂર્ણ થતા યાવતુ બાળકને જન્મ આપે છે. સ્થિતિપતિતા કરે છે યાવત્ જે કારણે આ બાળક ઉબરદત્ત યક્ષની માનતાથી પ્રાપ્ત થયો, તેથી આ બાળકનું ઉબરદત્ત નામ થાઓ. પછી તે ઉંબરદત્ત બાળક પાંચ ધાત્રી વડે ગ્રહણ થઈ ઉછરે છે. ત્યારપછી સાગરદત્ત સાર્થવાહ ‘વિજયમિત્રની જેમ યાવતું મરણ સમયે મરણ પામ્યો. ગંગદત્તા પણ મરણ પામી, ઉંબરદત્ત ઉક્ઝિતકની માફક ઘરમાંથી બહાર કાઢી મૂકાયો. ત્યારપછી ઉંબરદત્તને અન્ય કોઈ દિવસે શરીરમાં એક સાથે સોળ રોગાતકો ઉત્પન્ન થયા. તે આ - શ્વાસ, કાસ યાવત્ કોઢ. ત્યારે તે ઉંબરદત્ત સોળ રોગાંતકથી. અભિભૂત થઈને સડેલા હાથવાળો આદિ થઈને યાવત્ વિચરે છે. હે ગૌતમ ! નિશ્ચ આ પ્રમાણે ઉબરદત્ત તેના જૂના-પુરાણા સંચિત કર્મોને યાવત્ અનુભવતો રહે છે. ભગવન્! ઉબરદત્ત ૭૨-વર્ષનુ પરમ આયુ પાળીને મરણ અવસરે મરણ પામી આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકપણે ઉપજશે. સંસાર ભ્રમણ પૂર્વવતુ. પછી હસ્તિનાપુરમાં કૂકડા રૂપે જન્મશે. ગોષ્ઠી દ્વારા વધ પામી પૂર્વવત્ હસ્તિનાપુરમાં શ્રેષ્ઠી કુળમાં ઉપજશે. બોધ પામી, દીક્ષા લઈ સૌધર્મ કલ્પે જઈ, મહાવિદેહે જન્મી, દીક્ષા લઈ સિદ્ધ થશે. અધ્યયન-૭ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ | મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 31