________________ 014 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद જોખવામાં આવતાં ખાંડ, ગોળ, આદિ,- “આદિ’ શબ્દથી ધાન્યનું ગ્રહણ થાય છે. ‘તુપથારૂ'= બે પગવાળા માણસ,હંસ, મોર તથા બે પૈડાવાળી ગાડી વગેરે. “આદિ’ શબ્દથી ચાર પગવાળા પશુનું ગ્રહણ થાય છે. '= માટીતાંબા-લોઢા વગેરેની બધી ઘરવખરી. આ ક્ષેત્ર આદિ પદોનો દ્વન્દ સમાસ કરીને પછી માન'= શબ્દ સાથે તેનો ષષ્ઠી તપુરુષ સમાસ કર્યો છે. આ ક્ષેત્રાદિનું ‘માન'= પ્રમાણ (જે પોતે વ્રતનો સ્વીકાર કરતી વખતે ધાર્યું હોય) તેનો ‘મે'= અતિક્રમ અર્થાત્ ઉલ્લંઘન નો પટ્ટ'= કરે નહિ. કયા કયા પ્રકાર વડે ન કરે તે કહે છે- (1) “નાથ'= જોડવું. વ્રતને ગ્રહણ કરતી વખતે ખેતર અને ઘરની જે સંખ્યા નિશ્ચિત કરી હોય તેના કરતા વધારે ખેતર કે ઘર રાખવાની ઇચ્છાથી તેની પાસેના જ ખેતર કે ઘર ખરીદીને વચ્ચેની વાડ કે ભીંત તોડી નાંખીને બંનેને ભેગા કરી નાખે તો અતિચાર લાગે. આમાં તેણે ખેતર આદિની સંખ્યામાં વધારો નથી કર્યો પણ તેના વિસ્તારમાં વધારો કરીને પછી ફરતી વાડ કરી નાંખી છે. આ રીતે પરિમાણનો અતિક્રમ કર્યો છે. ક્ષેત્રવાસ્તુ-પ્રમાણનો અતિક્રમ આમ ‘યોજન વડે જ થાય છે. (2) “પાપ'= હિરણ્ય સુવર્ણના પરિમાણનો અતિક્રમ ‘પ્રદાન' વડે થાય છે. શ્રાવકે ચાર માસ આદિ સમય માટે અમુક પ્રમાણમાં જ સુવર્ણ આદિ રાખવાનો અભિગ્રહ લીધો હોય, તે દરમ્યાન રાજા આદિ કોઈની પાસેથી નિયમ કરતાં વધારે સુવર્ણાદિ મળે તો તે સ્વીકારીને કોઈ બીજા માણસને આપીને કહે કે ચાર મહિના સુધી તું આને રાખ, ત્યાર પછી હું લઈ લઈશ. આમ હિરણ્યાદિના પરિમાણનો પ્રદાન વડે અતિચાર લાગે છે. (3) “વંધ'= ધન-ધાન્યસંબંધી જે પોતે પરિમાણ કર્યું હોય તેના કરતાં અધિક પોતાના પરિવારના માટે કોઈ આપતો હોય તો તેને દોરીથી (સંયમનં ) બાંધીને, (લાંછિત=) ચિહ્ન કરીને, (મુદ્રિતંત્ર) મહોર મારીને તેના ત્યાં જ રખાવે કે આ તું બીજાને આપતો નહિ, મારો અભિપ્રહ પૂર્ણ થયા બાદ હું લઈ જઇશ. આ ધનધાન્યસંબંધી બંધન નામનો અતિચાર છે. કારણ કે વાસ્તવિક રીતે સામર્થ્યથી તો તેણે સ્વીકારેલું જ છે. (4) 'al'= કર્તાને પ્રેરણા કરવી તે. દ્વિપદ અથવા ચતુષ્પદને ગર્ભાધાન કરાવવું તે. ગાય આદિ ગર્ભાધાન કરે છે, શ્રાવક ગોકુલાદિમાંની ગાયો સાથે સાંઢનો સંયોગ કરાવે. સંયોગથી તે ગર્ભાધાન કરાવે છે આમ શ્રાવક તેનો પ્રયોજક (પ્રેરક) બને છે. શ્રાવકને વર્ષ આદિ અમુક કાળ પૂરતો અમુક સંખ્યામાં જ પશુ આદિ રાખવાનો અભિગ્રહ હોય, તો તે ધારેલી સંખ્યા કરતાં પશુની સંખ્યા વધી ન જાય માટે ગાયાદિને એવી રીતે ગર્ભાધાન કરાવે કે પોતાના અભિગૃહીત કાળની મર્યાદા પૂર્ણ થયા બાદ તેની પ્રસુતિ થાય. અથવા તો લેણાનું દ્રવ્ય વસુલ કરવા રૂપે દેવાદાર પાસેથી સાક્ષાત્ પશુ આદિને ગ્રહણ કરીને, આ મારે દ્રવ્યનું કારણ થશે અર્થાત્ આનાથી મને દ્રવ્યની પ્રાપ્તિ થશે એમ માનતો પરંતુ વ્રતભંગના ભયથી તે પશુ આદિને બીજાના ઘેર રાખે તો અતિચાર લાગે છે. આમ “કારણ” વડે દ્વિપદાદિના પરિમાણમાં અતિચાર લાગે છે. (5) “માન'= તેના સંબંધી સંકલ્પ તે ભાવ છે. માટી-લોખંડ આદિની ઘરને ઉપયોગી વસ્તુ અભિગ્રહ કરેલા પ્રમાણથી વધી જતી હોવાના કારણે અત્યારે લઈ શકાય એમ નથી. પણ સારી હોવાથી અભિગ્રહના કાળની મર્યાદા પૂર્ણ થયા બાદ તે લેવાની ઇચ્છાથી, ‘તમે આ વસ્તુ બીજા કોઇને આપશો નહિ, મારો અભિગ્રહ પૂર્ણ થયા બાદ હું જ લઇશ” એમ સંકલ્પપૂર્વક બીજાની પાસે રખાવે છે તો ઇચ્છાપરિમાણવ્રતમાં અતિચાર લાગે છે. આ બધા પ્રકારો વડે શ્રાવક આ અણુવ્રતમાં અતિચાર લગાડે નહિ. (અતિચાર એટલે ભંગાભંગવ્રતની સાપેક્ષતા રાખવાથી બાહ્યદૃષ્ટિએ આમાં વ્રતનો ભંગ થતો નથી પણ લોભના કારણે અંતરંગ દષ્ટિએ તો વ્રતનો ભંગ થાય જ છે. માટે ભંગાભંગરૂપ અતિચાર છે.) l/181/18