________________ 376 श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद છે. ત્યારબાદ પહેલી સાતરાત્રિદિવસની, બીજી સાતરાત્રિદિવસની અને ત્રીજી સાતરાત્રિદિવસની એમ ત્રણ પ્રતિમાઓ સાત રાત્રિદિવસની છે. ત્યારબાદ અહોરાત્રિકીની એક પ્રતિમા અને છેલ્લી પ્રતિમા એકરાત્રિની છે. આમ બાર ભિક્ષુપ્રતિમાઓ છે. ટીકાર્થ :- “માસી'= એક માસથી માંડીને ‘સર્જાતા'= સાત માસ સુધીની સાત પ્રતિમાઓ છે. પહેલી પ્રતિમા એક મહિનાની, બીજી પ્રતિમા બે મહિનાની, ત્રીજી પ્રતિમા ત્રણ મહિનાની, ચોથી પ્રતિમા ચાર મહિનાની, પાંચમી પ્રતિમા પાંચ મહિનાની, છઠ્ઠી પ્રતિમા છ મહિનાની, સાતમી સાત મહિનાની એમ સાત પ્રતિમાઓ છે. તેના પછીની ‘પદમાવિકૃતસત્તરાવિUT'= પહેલી રાતરાત્રિદિવસની આઠમી પ્રતિમા, બીજી સાતરાત્રિદિવસની નવમી પ્રતિમા, ત્રીજી સાતરાત્રિદિવસની દશમી પ્રતિમા- આ ત્રણેય પ્રતિમાઓ દરેક સાત સાત દિવસે પૂર્ણ થાય છે. ‘મદારૂ'= અહોરાત્રિની અગ્યારમી પ્રતિમા (= દિવસ અને રાત્રિ મળીને એક અહોરાત્ર થાય છે.) *નારા = માત્ર એક રાત્રિની એકરાત્રિકી બારમી પ્રતિમા, આ ‘વારસ'= બાર ‘fમ+qપડિમાન'= ભિક્ષુપ્રતિમાઓ છે. || 846 / 28/ બાર પ્રતિમાને સ્વીકારનાર સાધુ કેવા હોય ? તે વર્ણવે છેઃ पडिवज्जइ एयाओ,संघयणधिईजओ महासत्तो। पडिमाउ भावियप्पा,सम्मं गुरुणा अणण्णाओ॥८५०॥१८/४ છાયા :- પ્રતિપદ્યત તા: સંદનનવૃતિયુતો મહાસત્ત્વ: | प्रतिमा भावितात्मा सम्यग् गुरुणा अनुज्ञातः // 4 // ગાથાર્થ:- સંઘયણ અને ધૃતિથી યુક્ત હોય, મહાસત્ત્વશાળી હોય, ભાવિતાત્મા હોય, ગુરુ વડે આગમાનુસાર અનુજ્ઞા અપાયેલ હોય એ સાધુ આ પ્રતિમાઓને સ્વીકારે છે. ટીકાર્થ:- 'aa'= આ ‘પદમાડ'= ભિક્ષુપ્રતિમાઓને સંયયાધિક્ = પ્રથમના ત્રણ સંઘયણમાંથી કોઈ એક મજબૂત સંઘયણવાળો, દઢ ધૃતિ (= ચિત્તની સ્વસ્થતા)થી યુક્ત હોય, ‘મહાસત્તો'= મહાસાત્ત્વિક હોય-દીનતારહિત હોય, સત્ત્વસંપન્ન હોય. ‘માવિયપ્પા'= ધર્મથી વાસિત અંતઃકરણવાળો હોય, ‘સ'= વિધિપૂર્વક “ગુરુIT'= ગુરુ વડે તથા પૂજયશ્રી સંઘ વડે ‘મનુJUIT'= અનુજ્ઞા અપાયેલ હોય તે ‘પડવM'= સ્વીકારે છે || 80 || 28/4 गच्छे च्चिय निम्माओ, जा पुव्वा दस भवे असंपुण्णा। नवमस्स तइयवत्थू, होइ जहण्णो सुयाभिगमो // 851 // 18/5 છાયા :- 7 ઇવ નિર્માતો થાવપૂર્વાન રશ ભવેત્ ગણપૂifનિ ! नवमस्य तृतीयवस्तु भवति जघन्यः श्रुताभिगमः ગાથાર્થ:- ગચ્છમાં રહીને જ પાંચ તુલનાઓ વડે ઘડાયેલો હોય અર્થાતુ યોગ્યતાને કેળવી હોય, ઉત્કૃષ્ટથી કાંઈક ન્યૂન દશપૂર્વ અને જઘન્યથી નવમાં પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનું શ્રુત જાણનાર હોય. ટીકાર્થ :- “છે શ્વય'= સાધુ સમુદાયરૂપ ગચ્છમાં જ “નિષ્પો '= કેળવાયેલો હોય “ના પુથ્વી રસ અવે સંપુJUIT'= ઉત્કૃષ્ટથી કાંઈક ન્યૂન દશપૂર્વ સુધીનું જ્ઞાન હોય અને “નહUળો'= જઘન્યથી ‘નવર્સીિ તફુવિધૂ'= નવમા પ્રત્યાખ્યાનપૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધીની ‘સુયાટિકામો'= શ્રુતજ્ઞાન અર્થાત્ શ્રુતની સંપત્તિ “દો'= હોય છે. // 812 / 28/5