SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद 291 ગાથાર્થ:- સંયોજના, પ્રમાણ, ઇંગાલ, ધૂમ અને કારણ એ પાંચ માંડલીના દોષો છે. તેમાં (1) અત્યંતર ઉપકરણ સંયોજના, (2) બાહ્ય ઉપકરણ સંયોજના, (3) અભ્યત્તર ભક્તપાનસંયોજના અને (4) બાહ્ય ભક્તપાન સંયોજના એ પ્રથમના અર્થાતુ સંયોજના દોષના ભેદો છે. ટીકાર્થ :- “સંયોગUIT'= સંયોજના, ‘પમા'= પ્રમાણ, ‘ડુંમાને'= ઇંગાલ, ‘ધૂમ'= ધૂમ ‘ારો વેવ'= અને કારણ એ પાંચ માંડલીના દોષો છે. તેમાં સંયોજનાદોષનું નિરૂપણ કરે છે- ‘૩વીરVT'= ઉપકરણના વિષયવાળી ‘મત્તપાપો'= ભક્તપાન વિષયવાળી ‘સવાદિર મંતર'= બાહ્ય અને અભ્યત્તરના ભેદ સહિત ‘પદમ'= સંયોજના,- બાહ્ય ઉપકરણ સંયોજના, અત્યંતર ઉપકરણ સંયોજના, બાહ્યભક્તપાન સંયોજના, અભ્યત્તર ભક્તપાન સંયોજના - આ બધા જ ભેદો શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. // 642 / 1348 હવે પ્રમાણ વગેરે દોષોનું નિરૂપણ કરે છેઃ बत्तीस कवल माणं, रागदोसेहिं धूमइंगालं / वेयावच्चादीया, कारणमविहिमि अइयारो // 643 // 13/49 છાયા :- áિશત્ વતમાને પામ્યાં ધૂમાતરમ્ | वैयावृत्यादयः कारणमविधौ अतिचारः // 49 // ગાથાર્થ :- આહારનું પ્રમાણ બત્રીસ કોળિયા છે. રાગ-દ્વેષથી અનુક્રમે અંગાર અને ધૂમ દોષ થાય. વૈિયાવચ્ચ વગેરે આહારના કારણો છે. અવિધિ કરવામાં અતિચાર થાય. ટીકાર્થ:- ‘વીર વન'= બત્રીસ કોળિયા ‘ના'= પ્રમાણ કહેવાય છે. ‘વોર્દિ'= રાગ અને દ્વેષ વડે અનુક્રમે ‘ધૂમકા'= અંગાર અને ધૂમદોષ થાય છે. રાગદ્વેષની સાથે અનુક્રમનો સંબંધ જોડવા માટે ‘ફંનિધૂમ'= શબ્દ હોવો જોઈએ પણ “ધૂમ'માં અલ્પ અક્ષરો હોવાથી ‘નધ્ધક્ષા... મ્'= એ “સિદ્ધહેમ૩-૧-૧૬.' સૂત્રથી ધૂમ શબ્દનો પૂર્વનિપાત કર્યો છે. ઉત્ત્વ સમાસમાં અલ્પઅક્ષરવાળા શબ્દનો પૂર્વનિપાત કરવામાં આવે છે.- ભોજન વપરાતાં રાગ કરવાથી ચારિત્ર અંગારા સદેશ બને છે અને દ્વેષ કરવાથી તે ધૂમસદેશ બને છે. ‘વેયાવશ્વાવીયા 2U'= વેયાવચ્ચ આદિ ભોજન કરવાના કારણો છે. આદિ' શબ્દથી વેદના આદિનું ગ્રહણ થાય છે. “ઓઘનિર્યુક્તિ' ગ્રંથની ૫૮૨મી ગાથામાં કહ્યું છે કે, “ક્ષુધા વેદનીયને શમાવવા માટે, વેયાવચ્ચ કરવા માટે, ઈર્યાસમિતિનું પાલન કરવા માટે, સંયમયોગોમાં પ્રવર્તન કરવા માટે, પ્રાણ ટકાવવા માટે અને છઠું ધર્મચિંતન અર્થાત્ તત્ત્વચિંતન કરવા માટે આ જ કારણે સાધુ ભોજન કરે.” ‘વિરંભિ'= અવિધિ કરવામાં ‘મારો'= અતિચાર લાગે છે. માટે અવિધિ કરવી નહીં. સંયોજના દોષ- (1) ઉપકરણસંયોજનઃ- ચોલપટ્ટો નવો હોય તો વિભૂષાને માટે કપડો પણ નવો જ ઓઢે તે. (2) ભક્તપાનસંયોજનાઃ- આહારમાં સ્વાદ વધારવા માટે દૂધની અંદર ખાંડ મિશ્રિત કરે તે. (2) પ્રમાણદોષ- પુરુષનો 32 કોળિયા અને સ્ત્રીનો 28 કોળિયા આહાર પ્રમાણસર ગણાય છે. તેનાથી વધારે વાપરે તે પ્રમાણદોષ કહેવાય. (3) ઈંગાલદોષ- ભોજન તથા તેના દાતારની પ્રશંસા કરતો વાપરે તે ઇંગાલદોષ છે. (4) ધૂમદોષ- ભોજન તથા તેના દાતારની નિંદા કરતો વાપરે તે ધૂમ દોષ છે. (5) કારણાભાવ - વેયાવાદિ કારણે ભોજન કરવાની સાધુને આજ્ઞા છે. તેમાંથી કોઈ પણ કારણ હોય
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy