SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ 280 श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद જ આહાર મેળવવા માટે સાધુ ગૃહસ્થના પરસ્પર સંદેશા પહોંચાડે તે દૂતી દોષ છે. ભૂત-ભવિષ્ય-વર્તમાનના સુખ-દુ:ખ સંબંધી નિમિત્તો કહીને ભિક્ષા મેળવવી તે નિમિત્ત દોષ છે. સાધુ જાતિ, કુળ, ગણ, કર્મ અને શિલ્પ એ પાંચમાંથી કોઈ પ્રકારે ગૃહસ્થની સાથે પોતાની ગૃહસ્થાવસ્થાની સમાનતા બતાવીને ભિક્ષા મેળવે તે આજીવ દોષ છે. ગૃહસ્થ જો શાક્યાદિનો ભક્ત હોય તો. શાક્યાદિની પ્રશંસા કરીને તે ગૃહસ્થને પ્રસન્ન કરીને આહાર મેળવે તે વનીપકદોષ છે. આહાર મેળવવા માટે મૂઢ એવો સાધુ ગૃહસ્થની સૂક્ષ્મ-બાદર ચિકિત્સા કરે તે ચિકિત્સા દોષ છે. ગુસ્સે થયેલો સાધુ અમુક અનર્થ કરશે એવો ભય ઉત્પન્ન કરીને મેળવેલો આહાર એ ક્રોધપિંડ છે. ગૃહસ્થમાં અભિમાન ઉત્પન્ન કરીને તેની પાસેથી ભિક્ષા મેળવે તે માનપિંડ છે. માયાથી ગૃહસ્થને છેતરીને ભિક્ષા મેળવે તે માયાપિંડ છે. આહારની લાલસાથી ઘણા ઘરોમાં ભિક્ષા માટે ફરે તે લોભપિંડ છે. સંસ્તવ એટલે પરિચય-પૂર્વસંસ્તવ એટલે માતા-પિતા આદિનો પરિચય અને પશ્ચાતું સંસ્તવ એટલે સાસુ-સસરા આદિનો સંબંધ-ગૃહસ્થને આ સગાસંબંધીનો સંબંધ બતાવીને ભિક્ષા મેળવે તે પૂર્વપશ્ચાતુ સંતવ દોષ છે. આહાર મેળવવા માટે વિદ્યા, મંત્ર, ચૂર્ણ અને યોગનો પ્રયોગ કરે તે અનુક્રમે વિદ્યાપિંડ, મંત્રપિંડ, ચૂર્ણપિંડ અને યોગપિંડ છે. ભિક્ષા માટે કૌતુકાદિ બીજાં પણ કાંઈ કરે તે મૂળકર્મદોષ છે. સાધુથી ઉત્પન્ન થતા આ ઉત્પાદનોના દોષો છે. ટીકાર્થ :- ‘ધાકૃત્ત'= સ્નાન કરાવનાર, વસ્ત્રાલંકાર પહેરાવનાર, દૂધ પીવડાવનાર, ખોળામાં બેસાડનાર અને રમાડનાર એમ પાંચ પ્રકારની ધાવમાતા હોય છે. સાધુ ગૃહસ્થના બાળકને સ્નાન કરાવવા વિગેરે ધાવમાતાની જેવું કામ “fપંડટ્ટા'= આહાર મેળવવા માટે “તી'= કરે તે ધાત્રીદોષ છે. ‘તદેવ'= તે પ્રમાણે “તિરં'= દૂતીપણું અર્થાત્ ગૃહસ્થના એકબીજાને સમાચાર પહોંચાડવા તે કરે તો દૂતી દોષ છે. ‘તીયાવિનિમિત્તે વા શહે'= ગૃહસ્થને ભૂત-ભવિષ્યાદિ સંબંધી નિમિત્ત કહે તે નિમિત્તદોષ છે. ‘નવ્વીટ્ટ વાગડનીવે'= ગૃહસ્થ જે જાતિ, કુળ, ગણ, કર્મ અને શિલ્પ આદિથી પોતાનો જીવનનિર્વાહ ચલાવતો હોય પોતે પણ ગૃહસ્થપણામાં એ જ જાતિ આદિથી જીવનનિર્વાહ ચલાવતો હતો એમ સમાનતા બતાવે એ આજીવદોષ છે. || 614 || 13 / 20 નો'= જે બૌદ્ધભિક્ષુનો ઉપાસકાદિ ગૃહસ્થ “ન'= જે શાક્યાદિનો ‘ક્રો'= કોઈ “મો'= ભક્ત હોય ‘તપ્રસંસવ'= તે શાક્યાદિ ભિક્ષની પ્રશંસા કરવા દ્વારા ‘વોડું તં'- તેની પાસે ભિક્ષાની યાચના કરે તે વનીપતદોષ છે. ‘મૂહો'= મૂઢ એવો સાધુ મહાર'= આહારનિમિત્તે ‘સુમેયરતિષ્ઠિ '= સૂક્ષ્મ કે બાદર ચિકિત્સા ઋત્તિ'= કરે, તે ચિકિત્સા દોષ છે. રોગની દવા બતાવવી કે વૈદ્ય બતાવવો એ સૂક્ષ્મચિકિત્સા જયારે રોગની દવા આપવી એ બાદર ચિકિત્સા છે. પરંતુ આગમમાં કહ્યા પ્રમાણે જો ચિકિત્સા કરે તો એ દોષ નથી, કારણ કે એ સાધાર્મિક વાત્સલ્યરૂપ હોવાથી એનાથી ઉચ્ચગોત્રનો બંધ થાય છે. અને તેનાથી આરાધકભાવ જળવાય છે, શાસ્ત્રથી વિપરીત રીતે કરે તો તે ચિકિત્સા દોષ છે. / 615 || 13/21 ‘જોહનસંભાવUાપકુપU'= ક્ષપકર્ષિની જેમ ગૃહસ્થને ભય બતાવીને ભિક્ષા મેળવે અર્થાત્ સાધુને ભિક્ષા નહિ આપવામાં આવે તો તે ગુસ્સે થઈને શ્રાપ આપશે એવો ભય બતાવીને ભિક્ષા મેળવે તે ‘ઢોર્પડો 3= ક્રોપિંડ નામનો દોષ હો'= છે. હિના'= ગૃહસ્થને ‘UISહિમા'= સેવતિકાસાધુની જેમ અભિમાન ઉત્પન્ન કરાવીને ભિક્ષા મેળવે, “સાધુને માટે તે માનપિંડ નામનો દોષ છે એમ
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy