________________
શ્રી યશોવિજયજી કૃત શ્રી સીમંધરસ્વામીનું સ્તવન, (૮૭) બહુ મુખે બોલ એમ સાંભલી, નવિ ધરે. લેક વિશ્વાસ રે; ઢંઢતા ધર્મને તે થયા, ભ્રમર જેમ કમલની વાસ રે. સ્વા. ૧૦
ઢાલ ૨ જી. (ભોલીડા હંસા રે વિષય ન રાચીએ-એ દેશી.) એમ ઢંઢતાં રે ધમ સોહામણું, મિલિયે સદ્દગુરૂ એક; “તેણે સાચે રે મારગ દાખિયે, આણી હૃદય વિવેક.
શ્રી સીમંધર સાહેબ સાંભ. ૧ પર ઘર જોતાં રે ધર્મ તમે ફરો, નિજ ઘરે ન લહે રે ધર્મ, જેમ નવિ જાણે રે મૃગ કસ્તુરીઓ, મૃગમદ પરિમલ મર્મ. શ્રી. ૨ જેમ તે ભૂલે રે મૃગ દશ દિશિ ફરે, લેવા મૃગમદ ગંધ; તેમ જગ ઢંઢે રે બાહિર ધર્મને, મિથ્યા દષ્ટિ રે અંધ. શ્રી. ૩ જાતિઅંધને રે દેષ ન આકરો, જે નવિ દેખે રે અર્થ; મિથ્યાષ્ટિ રે તેહથી આકરે, માને અર્થ અનર્થ. શ્રી. ૪ આપ પ્રશંસે રે પરગુણ ઓલવે, ન ધરે ગુણને રે લેશ; તે જિનવાણી રે નવિ શ્રવણે સુણે, દિયે મિથ્યા ઉપદેશ. શ્રી. ૫ જ્ઞાન પ્રકાશે રે મેહતિમિર હશે, જેને સદ્દગુરૂ સૂર; તે નિજ દેખે રે સત્તા ધર્મની, ચિદાનંદ ભરપૂર. શ્રી. ૬ જેમ નિર્મલતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જે જીવ સ્વભાવ; તે જિનવીરે રે ધર્મ પ્રકાશિ, પ્રબલ કષાય અભાવ. શ્રી. ૭ જેમ તે રાતે જે પુલે રાતડું, શ્યામ કુલથી રે શ્યામ; પાપ પુણ્યથી રે તેમ જગ જીવને, રાગ દ્વેષ પરિણામ. શ્રી. ૮ ધર્મ ન કહીએ નિશ્ચય તેહને, જે વિભાવ વડ વ્યાધિ, પહેલે અંગે રે એણપરે ભાખિયું, કમેં હોય ઉપાધિ. શ્રી. ૯
૧ પાઠાંતર–તેણે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com