________________
(પર) વિવિધ પુષ્પવાટિકા નિત્ય અનિત્ય એક અનેકતા રે, સદસદભાવ સ્વરૂપ છએ ભાવ એક દ્રવ્ય પરિણમ્યા રે, એક સમયમાં અનુપ. સૂ. ૩ ઉત્સગ અપવાદ પદે કરી રે, જાણે સહ કૃતિ ચાલ; વચન-વિરોધ નિવારે યુક્તિથી રે, થાપે દૂષણ-ટાલ. સૂ. ૪ દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક ધરે રે, નય ગમ અંગે અનેક નય સામાન્ય વિશે તે ગ્રહે રે, કાલોક-વિવેક સૂ. ૫ નંદી સૂત્રે ઉપકારી કહ્યો રે, વલી અસુરેચા ઠામ; દ્રવ્ય શ્રતને વાંધો ગણધરે રે, ભગવાઈ અને નામ. સૂ. ૬ શ્રત અભ્યાસે જિનપદ પામિયે રે, છ અંગે સાખ શ્રતનાણી કેવલનાણી સામે રે, પન્નવણજે ભાખ. સૂ. ૭ સૂત્રધારી આરાધક સર્વને છે, જાણે અર્થ સ્વભાવ, નિજ આતમ પરમાતમ સમ ગણે રે, ધ્યાવે તે નય દાવ. સૂ. ૮ સંયમ દર્શન તે જ્ઞાન વધે રે, ધ્યાતા તે શિવ સાધત; ભવ સ્વરૂપ ચઉગતિને તે લખે રે, તેણે સંસાર તજત. સૂ. ૯ ઇંદ્રિય સુખ ચંચલ જાણી તજે રે, નવ નવ અર્થ તરંગ; જિમ જિમ પામે તિમ મન ઉઘસે રે, વસે ન ચિત્ત અનંગ. સૂ. ૧૦ કાલ અસંખ્યાતાના તે ભવ લખે રે, ઉપદેશક પણ તેહ પરભવ સાથી અવલંબન ખરે રે, ચરણ વિના શિવગેહ. સં. ૧૧ પંચમકાલે શ્રુત બલ પણ ઘટ્યો રે, તે પણ એક આધાર દેવચંદ્ર જિનમતનું તત્વ એ રે, સૂત્રશું ધરજે પ્યાર. સૂ. ૧૨
૨ બેહુ ઝહેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com