________________
શ્રી દેવચંદ્રજી કૃત ગજસુકુમાલની ઢાલ, (૪૫) દહન ધર્મ તે દાઝે અગ્નિથી રે, હું તે પરમ અદાા અગ્રાહ્યા રે; જે દાઝે છે તે મારૂં નહિ રે, અક્ષય ચિન્મય તત્વ પ્રવાહ રે. ધન્ય.૭ ક્ષપકશ્રેણિ ધ્યાને આરોહીને રે, પુદગલ આતમને ભિન્ન ભાવ રે; નિજ ગુણ-અનુભવ વલી એકાગ્રતા રે, ભજતાં કીધા કર્મ અભાવ રે.
ધન્ય. ૮ નિર્મલ ધ્યાને તત્ત્વ અભેદતા રે, નિર્વિકલ્પ ધ્યાને તપ રે. ઘાતિ વિલયે નિજ ગુણ ઉ@સ્યા રે, નિર્મલ કેવલ આદિ અનુપ રે.
' ધન્ય. ૯ થઈ અગી શશી કરી રે, ટા સર્વ સંગી ભાવ રે, આતમ આતમરૂપે પરિણા રે, પ્રગટ્યો પૂરણ વસ્તુ સ્વભાવ રે.
ધન્ય. ૧૦ સહજ અકૃત્રિમ વલી અસંગતા રે, નિરૂપમ ચરિત્ત વલી નિર્ધ્વરે; નિરૂપમ અવ્યાબાધ સુખી થયા રે, શ્રી ગજસુકુમાલ મુર્ણદ રે.
ધન્ય. ૧૧ નિત્ય પ્રત્યે એવા મુનિ સંભારીએ રે, ધરીએ મનમાં એહજ ધ્યાન રે, ઈચ્છા કીજે એ મુનિ ભાવની રે, જેમ લહીએ અનુભવ પરમનિધાન
રે. ધન્ય. ૧૨ ખરતરગચ્છ પાઠક દીપચંદ્રને રે, દેવચંદ્ર વંદે મુનિરાય રે, સકલ સંઘ સુખકારણ સાધુજી રે, ભવ ભવ હોજો સુગુરૂ સહાય રે.
ધન્ય. ૧૩
–:૦:
–
૧ પાઠાંતર–સિદ્ધિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com