________________
(૪૧)
શ્રી દેવચંદ્રજી કૃત પ્રશસ્તિ કલા,
પ્રશસ્તિ .
રાગ–ધનાશ્રી. તે તરિયા રે ભાઈ તે તરિયા, જે જિન શાસન અનુસસ્મિાજી; જેહ કરે સુવિહિત મુનિ કિરિયા, જ્ઞાનામૃત રસ દરિયાછે. તે ૧ વિષય કષાય સહુ પરિહરિયા, ઉત્તમ સમતા વરિયાછે; શીલ સન્નાહ થકી પાખરિયા, ભવસમુદ્ર જલ તરિયાછે. તે ૨ સમિતિ ગુપતિશું જે પરિવરિયા, આત્માનંદે ભરિયાછે; * આશ્રવ દ્વાર સકલ આવરિયા, વર સંવર સંવરિયા. તે ૩ ખરતર મુનિ આચરણ ચરિયા, રાજસાગર ગુણગરિયાજી; જ્ઞાન ધરમ તપ ધ્યાને વસિયા, શ્રત રહસ્યના રસિયાજી. તે ૪ દીપચંદ પાઠક પદ ધરિયા, વિનય યણ સાગરિયાજી; દેવચંદ્ર મુનિ- ગુણ ઉચ્ચરિયા, કર્મ અરિ નિર્જરિયાછે. તે પ સુરગિરિ સુંદર જિનવર મંદિર, શોભિત નગર સવાઈજી; નવાનગર ચોમાસું કરીને, મુનિવર ગુણ સ્તુતિ ગાઈ. તે ૬
કલશ. એમ દ્રવ્ય ભાવે સમિતિ સમિતા, ગુપ્તિ ગુપ્તા મુનિવરા; - નિર્મોહી નિર્મલ શુદ્ધ ચિદઘન, તત્ત્વ સાધન તે તર્યા. ૧ દેવચંદ્ર અરિહા–આણ વિચરે, વિસ્તરે સુખ સંપદા; નિગ્રંથ વંદન સ્તવન કરતાં, પરમ મંગલ સુખ સદા. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com