________________
(૦) વિવિધ પુષ્પવાટિકા.
ઢાલ ૧ લી.(પ્રથમ ગોવાલ તણે ભજી-એ દેશી.) પ્રથમ અહિંસક વ્રત તણીજી, ઉત્તમ ભાવના એહક સંવર કારણ ઉપદિશીજી, સમતા રસ ગુણગેહ. મુનીશ્વર ! ઈ સુમતિ વિચાર, આશ્રવકર તનુયોગનીજી; દુષ્ટ ચપલતા વાર, મુનીશ્વર ! ઈ સુમતિ વિચાર. મુ. ૨ કાય ગુપ્તિ ઉત્સર્ગને, પ્રથમ સુમતિ અપવાદ; ઈર્યા તે જે ચાલજી, ધરી આગમ-વિધિવાદ. મુ. ૩ જ્ઞાન ધ્યાન સક્ઝાયમાંજી, સ્થિર બેઠા મુનિરાય; શાને ચપલપણું કરે છે, અનુભવરસ સુખરાય. મુનિ ઉઠે વસતિ થકીજી, પામી કારણ ચાર; જિનવંદન ગ્રામાંતરેજી, કે આહાર નિહાર. પરમ ચરણ સંવર ધરૂજી, સર્વ જાણુર જિન દીઠ; શચિ સમતા રૂચિ ઉપજે, તિણે મુનિને એ ઇટ્ટ. મુ. ૬ રાગ વધે સ્થિર ભાવથીજી, જ્ઞાન વિના પરમાદ, વીતરાગતા ઈહતાજી, વિચરે મુનિ સાલ્વાદ. મુ. એ શરીર ભવભૂલ છે, તસ પોષક આહાર; જાવ અગી નવિ હુવે છે, ત્યાં અનાદિ આહાર. મુ. ૮ કવલ આહારે નિહાર છે જ, એહ અંગ વ્યવહાર; ધન્ય! અતનુ પરમાતમાજી, જિહાં નિશ્ચલતા સાર. મુ. ૯ પરપરિણતિ કૃત ચપલતાજી, કેમ મૂકશે એહક એમ વિચારી કારણેજી, કરે ગોચરી તેહ. મુ. ૧૦ ક્ષમા દયાલુ પાલુઆ જી, નિસ્પૃહી તનુ નીરાગ; નિર્વિષયી ગજ ગતિ પરેંજ, વિચરે મુનિ મહાભાગ. મુ. ૧૧
૧ વસતી-ઉતરવાની જગ્યા-ઉપાશ્રય. ૨ સર્વજ્ઞ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com