________________
શ્રી આરાધના( પુણ્ય પ્રકાશ)નું સ્તવન
(૧૪૩)
ધન્ય૦ ૪.
ધન્ય ૫
ધન્ય૦ ૬
પડિકમણા સુપરે કર્યા, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવઝાયને, દીધાં બહુ માન. ધર્મકારજ અનુમોદિયે, એમ વારંવાર શિવગતિ આરાધન તણે, સાતમે અધિકાર. ભાવ ભલે મન આણિયે, ચિત્ત આણી ઠામ; સમતા ભાવે ભાવિયે, એ આતમરામ. સુખદુઃખ કારણ જીવને, કેઈ અવર ન હોય; કર્મ આપે જે આચર્યા, ભેગવીએ સોય. સમતા વિણ જે અનુસરે, પ્રાણ પુન્યના કામ; છાર ઉપર તે લીંપણું, ઝાંખર ચિત્રામ. ભાવ ભલી પરે ભાવિયે, એ ધર્મને સાર; શિવગતિ આરાધન તણે, આઠમો અધિકાર.
ધન્ય૦ ૭
ધન્ય૦ ૮
ધન્ય ૯
ઢાલ ૭ મી. (રવતગિરિ ઉપર–એ દેશી) હવે અવસર જાણી. કરીએ સંલેખણ સાર; અણસણ આદરીએ, પચ્ચખી ચારે આહાર; લલતા સવી મૂકી, છાંડી મમતા અંગ, એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. ગતિ ચારે કીધાં, આહાર અનંત નિઃશંક, પણ તૃપ્તિ ન પામ્યો, જીવ લાલચિયો રંક; દુલહે એ વલી વલી, અણસણને પરિણામ, એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ.
૧ પાઠાંતર–સ ગ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com