________________
(૧૩૮) વિવિધ પુષ્પવાટિકા. ગુરૂ એલવિયે નહિ ગુરૂ વિનયે, કાળે ધરી બહુમાન; સૂત્ર અર્થ તદુભય કરી સૂધાં, ભણિયે વહી ઉપધાન રે. પ્રા. શા. ૨ જ્ઞાન ઉપકરણ પાટી પિથી, ઠવણી નેકારવાલી; તેહ તણી કીધી આશાતના, જ્ઞાન ભક્તિ ન સંભાળી રે. પ્રા. જ્ઞા. ૩ ઈત્યાદિક વિપરીત પણાથી, જ્ઞાન વિરાયું જેહ, આ ભવ પરભવ વલી રે ભવભવ, મિચ્છામિ દુક્કડ તેહ રે.
* પ્રાણી ! સમક્તિ ત્યે શુદ્ધ જાણી. ૪ જિનવચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાષ, સાધુતાણી નિંદા પરિહરજે, ફલ સંદેહ મ રાખ રે. પ્રા. સ. ૫ મૂઢપણું છડે પરશંસા, ગુણવંતને આદરિયે; સાહસ્મિને ધમેં કરી સ્થિરતા, ભકિત પ્રભાવના કરિયે રે. પ્રા.સ.૬ સંઘ ચૈત્ય પ્રાસાદ તણે જે, અવર્ણવાદ મન લેખે; દ્રવ્ય દેવકે જે વિસાવ્યો, વિણસંતાં ઉવેખ્યો છે. પ્રા. સ. ૭ ઈત્યાદિક વિપરીત પણાથી, સમતિ ખંડ્યું જેહ, આ ભવ પર ભવ વલી રે ભવભવ, મિચ્છામિ દુક્કડ તેહ રે.
પ્રાણી ! ચારિત્ર ૯ ચિત્ત આણી. ૮ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરોધી, આઠે પ્રવચન માય; સાધુ તણે ધર્મો પ્રમાદે, અશુદ્ધ વચન મન કાય છે. પ્રા. ચા. ૯ શ્રાવકને ધર્મે સામાયિક, પિસહમાં મન વાલી; તે જયણા પૂર્વક જે આઠે, પ્રવચન માય ન પાલી રે. પ્રા. ચા. ૧૦ ઇત્યાદિક વિપરીતાણાથી, ચરિત્ર ડહાળ્યું જેહ; આ ભવ પરભવ વલી રે ભવભવ, મિચ્છામિદુક્કડં તેહ રે. પ્રા. ચા.૧૧ ૧ સાધમ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com