________________
ઉપાધ્યાય શ્રી વિનયવિજય વિરચિતઆરાધના (પુણ્ય પ્રકાશ)નું સ્તવન.
દોહરા, સકલ સિદ્ધિ દાયક સદા, ચાવશે નિરાય, સદ્દગુરૂ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ત્રિભુવનપતિ ત્રિશલા તણે, નંદન ગુણ ગંભીર; શાસનનાયક જગ જયે, વદ્ધમાન વડવીર. એક દિન વિરજિકુંદને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામ. મુક્તિ માર્ગ આરાધિયે, (કહે) કેણિ પરે અરિહંત; સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત. અતિચાર આઈયે, વ્રત ધરિયે ગુરૂ શાખ; જીવ ખમા સયલ જે, નિ ચોરાસી લાખ. વિધિશું વલી સિરાવિયે, પાપસ્થાનક અઢાર; ચાર શરણ નિત્ય અનુસાર, નિંદે દુરિત આચાર. શુભ કરણી અનુમદિયે, ભાવ ભલે મન આણિક અણસણ અવસર આદરી, નવ પદ જપો સુજાણ. શુભ ગતિ આરાધન તણા, એ છે દશ અધિકાર; ચિત્ત આણને આદરે, જિમ પામે ભવપાર.
હાલ ૧ લી. (એ છીંડી કિહાં રાખી-એ દેશી) જ્ઞાન દર્શન ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર; એહ તણા ઈહભવ પરભવના, આલેઈયે અતિચાર રે. પ્રાણી! જ્ઞાન ભણે ગુણ ખાણી, વીર વદે એમ વાણી રે. પ્રા.સા. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com