________________
શ્રી આનંદઘનજી કૃત ચતુર્વિશનિ નિ સ્તવનો. (૧૩) (૨૧) શ્રી નમિનાથ જિન સ્તવન.
( રાગ આશાવરી ). ખત્ દર્શન જિન-અંગ ભણીને, ન્યાસ ષડંગ જે સાધે રે, નમિ જિનવરના ચરણ ઉપાસક, ખટ દર્શન આરાધે રે. ખ. ૧ જિન સુર પાદપ પાય વખાણે, સાંખ્ય જોગ દેય ભેદ રે. આતમ સત્તા વિવરણ કરતા, લહે દુગ અંગ અખેદે રે. ખ. ૨ ભેદ અભેદ સુગત મિમાંસક, જિનવર દેય કર ભારી રે; લોકાલેક અવલંબન ભજિયે. ગુરૂગમથી અવધારી રે. ખ. ૩ લકાયતિક કુખ જિનવરનીઅંશ-વિચારજે કીજે રે; તત્ત્વ વિચાર સુધારસ ધારા, ગુરૂગમ વિણ કેમ પીજે રે. ખ. ૪ જેન જિનેશ્વર વર ઉતમાંગ, અંતરંગ બહિરંગે રે; અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધે ધરી સંગે રે. ખ. ૫ જિનવરમાં સઘલા દર્શન છે, દશને જિનવર ભજના રે. સાગરમાં સઘલી તટિની સહી, તટિનીમાં સાગર ભજનારે. ખ. ૬ જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હવે રે. ભંગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે. ખ. ૭ ચૂરણિ ભાષ્ય સૂત્ર નિર્યુક્તિ, વૃત્તિ પરંપર-અનુભવ રે; સમય પુરૂષના અંગ કહ્યા એ, જે છે તે દુરભવ રે. ખ. ૮ મુદ્રા બીજ ધારણું અક્ષર, ન્યાસ અર્થે વિનિયોગે રે; જે ધ્યાવે તે નવી વંચીએ, કિયા અવંચક ભેગે રે. ખ. ૯ થત અનુસાર વિચારી બેલું, સુગુરૂ તથાવિધ ન મિલે રે; કિરિયા કરી નવી સાધી શકિયે, એ વિષવાદ ચિત્ત સઘલે રે.ખ. ૧૦
-
-
-
-
૧ પાઠાંતર–વખાણું. ૨ પા૦ વર્જના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com