________________
શ્રી આનંદઘનજી કૃત ચતુર્વિશતિ જિન સ્તવનો. (૧૫) (૧૩) શ્રી વિમલનાથ જિન સ્તવન.
( રાગ મારૂ. ) દુઃખ દેહગ દૂરે ટક્યા રે, સુખ સંપરશું રે ભેટ; ધીંગ ધણી માથે કિયે રે, કેણ ગંજે નર એટ. વિમલ જિન ! દીઠા લેયણ આજ, મારા સીધાં વાંછિત કાજ
વિમલ જિન ! દીઠા દરિસણ આજ. ૧ ચરણ કમલ કમલા વસે રે, નિર્મલ સ્થિર પદ દેખ; સમલ અસ્થિર પદ પરિહરી રે, પંકજ પામર પિખ. વિ. ૨ મુજ મન તુજ પદ પંકજે રે, લીને ગુણ મકરંદ રંક ગણે મંદર-ધરા રે, ઈદ્ર ચંદ્ર નાગે. સાહેબ! સમરથ તું ધણી રે, પાપે પરમ ઉદાર; મન વિસરામી વાલો રે, આતમને આધાર. વિ. દરિસણ દીઠે જિન તણે રે, સંશય ન રહે વેધ; દિનકર કરભર પસરતા રે, અંધકાર પ્રતિષેધ. વિ. અમિયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોય; શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય. વિ. ૬ એક અરજ સેવકતણી રે, અવધારે જિનદેવ !, કૃપા કરી મુજ દીજિયે રે, આનંદઘન પદ સેવ. વિ. ૭
–––
––
(૧૪) શ્રી અનંતનાથ જિન સ્તવન.
(રાગ રામગિરી-પ્રભાતી.). ધાર તરવારની સાહિલી દેહિલી,
ચઉદમા જિન તણી ચરણ સેવા ૧ પાઠાંતર-પરિહરરે ૨ પાઠાંતર-આતમ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com