________________
શ્રી આનંદઘનજી કૃત ચતુર્વિશતિ જિન રતવન, (૧૧૩) (૧૦) શ્રી શીતલનાથ જિન સ્તવન. "
(રાગ ધન્યાશ્રીગેડી.) શીતલ જિનપતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન મેલે રે, કરૂણા કેમલતા તીક્ષણતા, ઉદાસીનતા સોહે સે. શી. ૧ સર્વજતુ હિતકરણ કરૂણ, કર્મ વિદારણ તીક્ષણ રે. હાનાદાન રહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણ રે. શી. ૨ પર દુઃખ છેદન ઈરછા કરૂણા, તીક્ષણ પરદુઃખ રીઝે રે, ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામે કેમ સી રે. શી. ૩ અભયદાન તે મલક્ષય કરૂણા, તીક્ષણતા ગુણ ભાવે રે, પ્રેરણ વિણ કૃતિ ઉદાસીનતા, ઈમ વિરોધ મતિ નાવે છે. શી ૪ શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિર્ગથતા સંગે રે; યોગી ભેગી વક્તા મૌની, અનુપયેગી ઉપગે રે. શી. ૫ ઈત્યાદિક બહુભંગ ત્રિભંગી, ચમત્કાર ચિત્ત દેતી રે; અચરજકારી ચિત્ર વિચિત્રા, આનંદઘન પદ લેતી રે. શી.૬
(૧૧) શ્રી શ્રેયાંસ જિન સ્તવન.
(રાગ ગેડી-પ્રભાતી.) શ્રી શ્રેયાંસ જિન અંતરજામી, આતમરામી નામી રે. અધ્યાતમ મત પૂરણ પામી, સહજ મુક્તિગતિ ગામી રે. શ્રી૨ સયલ સંસારી ઇંદ્રિયરામી, મુનિ ગુણ આતમરામી રે. મુખ્યપણે જે આતમરામી, તે કેવલ નિકામી ૨. શ્રી. ૨ નિજ સ્વરૂપ જે કિરિયા સાથે, તે અધ્યાતમ લહીએ રે, જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહીએ રે. શ્રી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com