________________
જિ. ૩
+
શ્રી દેવચંદ્રજીત ચાવીશી. (૩) (૩) શ્રી સંભવ જિન સ્તવન. '
ધરણારે ઢેલા–એ દેશી. શ્રી સંભવ જિનરાજજી રે, તાહરૂં અકલ સ્વરૂપ, જિનવર પૂજે. સ્વ૫ર પ્રકાશક દિનમણિ રે, સમતા રસને ભૂપ. જિનવર પૂજે. પૂજે પૂજે રે ભવિક જન પૂજે, હાંરે પ્રભુ પૂજ્યા પરમાનંદ.જિ. ૧ અવિસંવાદ નિમિત્ત છે રે, જગત જતુ સુખકાજ; જિ. હેતુ સત્ય બહુમાનથી રે, જિન સેવ્યા શિવરાજ. જિ. ૨ ઉપાદાન આતમ સહી રે, પુણાલંબન દેવ; ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ. કાર્ય ગુણ કારણપણે રે, કારણ કાર્ય અનુપ; સકલ સિદ્ધતા તાહરી રે, મારે સાધન રૂ૫. એકવાર પ્રભુ વંદના રે, આગમરીતે થાય; કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીતિ કરાય. પ્રભુપણે પ્રભુ એલખી રે, અમલ વિમલ ગુણગેહ; સાધ્ય દષ્ટિ સાધકપણે રે, વંદે ધન્ય નર તેહ. જન્મ કુતારથ તેહને રે, દિવસ સફલ પણ તાસ; જિ. જગત શરણુ જિન ચરણને રે, વંદે ધરી ઉલ્લાસ. જિ. ૭ નિજ સત્તા નિજ ભાવથી રે, ગુણ અનંતનું ઠાણ; દેવચંદ્ર જિનરાજજી રે, શુદ્ધ સિદ્ધ સુખ ખાણ, જિ. ૮ (૪) શ્રી અભિનંદન જિન સ્તવન,
બ્રહ્મચર્ય પદ પૂછએ-એ દેશી. કયું જાણું કયું બની આવહી, અભિનંદન રસ રીત હો મિત્ત; પુદગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત હે મિત્ત. કયું. ૧
2
x
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com