________________
શ્રી આનંદઘન કૃત ચતુર્વિશતિ જિન સાવને. (૧૦) ઘાતી ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિસણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચરું, મેં કોઈ ન સાથ. અ. ૪ દર્શન દશને રટતે જે ફરું, તે રણરોઝ સમાન, જેહને પિપાસા હે અમૃત પાનની, કેમ ભાંજે વિષપાન. અ. ૫ તરસ ન આવે છે મરણ જીવન તણે, સીજે જે દર્શન કાજ; દરિસણ દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ. અ. ૬
(૫) શ્રી સુમતિનાથ જિન સ્તવન.
(રાગ વસંત-કેદારે.) સુમતિ ચરણકજ આતમ અર્પણ, દર્પણ જેમ અવિકાર, સુજ્ઞાની. મતિ તર્પણ બહુ સંમત જાણિયે, પરિસર્પણ સુવિચાર. સુ. ૧ ત્રિવિધ સકલ તનુ ધર ગત આતમા, બહિરાતમ ધુર ભેદ; સુત્ર બીજે અંતર આતમ તીસર, પરમાતમ અવિચછેદ. સુ૦ ૨ આતમ બુધે કાયાદિક ગ્રહે, બહિરાતમ અઘ રૂપ; સુત્ર કાયાદિકને સાખીધર રહ્યો, અંતર આતમ રૂપ. સુત્ર ૩ જ્ઞાનાનંદે હે પૂરણ પાવને, વર્જિત સકલ ઉપાધિ; સુ અતીંદ્રિય ગુણગણમણિ આગરૂ, એમ પરમાતમ સાધ. સુ૦ ૪ બહિરાતમ તજ અંતરઆતમા, રૂપ થઈ સ્થિર ભાવસુઇ પરમાતમનું હે આતમ ભાવવું, આતમ અર્પણ દાવ. સુ. ૫ આતમ અર્પણ વસ્તુ વિચારતાં, ભરમ ટલે મતિ દેષ; સુત્ર પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદઘન રસપષ. સુ. ૬.
૧ ત્રાસ-દુ:ખ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com