________________
શ્રી આનંદઘન કૃત ચતુર્વિશતિ જિન રતવનો. (૧૦૭) કોઈ પતિરંજન અતિ ઘણે તપ કરે રે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવી ચિત્ત ધર્યું રે, રંજન ધાતુ મિલાપ. વ. ૪ કઈ કહે લીલા રે અલખ અલખ તણું રે, લખ પૂરે મન આશ; દેષ રહિતને લીલા નવી ઘટે રે, લીલા દોષ વિલાસ. . ૫ ‘ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટ રહિત થઈ આતમ અર્પણ રે, આનંદઘન પદ રેહ. ત્ર. ૬
( ૨ ) શ્રી અજિતનાથ જિન સ્તવન,
( રાગ આશાવરી. ) પંથડે નિહાલું રે બીજા જિનતણે રે, અજિત અજિત ગુણ ધામ; જે તે જીત્યારે તેણે હું જીતિ રે, પુરૂષ કિશ્ય મુઝ નામ. પં. ૧ ચરમ નયણે કરી મારગ જેવતાં રે, ભૂલ્યો સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર. ૫. ૨ પુરૂષ પરંપરા અનુભવ જેવતાં રે, અંધે અંધ પલાય; વસ્તુ વિચારે કે જે આગામે કરી છે, તો ચરણ ધરણુ નહિ ઠાય. ૫. ૩ તર્ક વિચારે રે વાદ પરંપરારે, પાર ન પહેચે કોય; અભિમત વસ્તુ રે વરતુગતે કહે રે, તે વિરલા જગ જોય. પ. ૪ વસ્તુ વિચારે છે દિવ્ય નયન તરે રે, વિરહ પડ્યો નિરધાર; તરતમ જેગે રે તરતમ વાસના રે, વાસિત બંધ આધાર. ૫. ૫ કાળલબ્ધિ લહી પંથ નિહાલશું રે, એ આશા અવલંબ, એ જન જીવે રે જિનજી જાણજો રે, આનંદઘન મત અંબ. પં. ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com