________________
શ્રી યશોવિજયજી કૃત આઠ દૃષ્ટિની હાલો. (૯) દષ્ટિ રિથરાદિક ચારમાં, મુક્તિ પ્રયાણ ન ભાંજે રે; રયણી શયન જેમ શ્રમ હરે, સુર નર સુખ તેમ છાજે ૨. વી. ૫ એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમ દષ્ટિ હવે કહીએ રે; જિહાં મિત્રા તિહાં બંધ છે, તે તૃણ અનિસે લહીએ રે. વી. ૬ વ્રત પણ ઈહાં યમ સંપજે, ખેદ નહીં શુભ કાજે રે; શ્રેષ નહીં વલી અવરશું, એ ગુણ અંગ વિરાજે રે. વી. ૭ ચાંગના બીજ ઈહાં ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામે રે; ભાવાચારજ સેવના, ભવ ઉદ્વેગ સુઠામે રે. વી. ૮ દ્રવ્ય અભિગ્રહ પાલવા, ઔષધ પ્રમુખને દાને રે, આદર આગમ આશરી, લિખનાદિક બહુમાને રે. વી. ૯ લેખન પૂજન આપવું, શ્રત વાચના ઉગ્રાહ રે; ભાવ વિરતાર સઝાયથી, ચિંતન ભાવન ચાહે રે. વી. ૧૦ બીજ કથા ભલી સાંભલી, રોમાંચિત હવે દેહ રે; એહ અવંચક વેગથી, લહીએ ધર્મ સનેહ રે. વી. ૧૧ સદગુરૂ ગે વંદન ક્રિયા, તેહથી ફલ હોય જેહ રે; ચોગ ક્રિયા ફલ ભેદથી, ત્રિવિધ અવંચક એહ રે. વી. ૧૨ ચાહે ચકેર તે ચંદ્રને, મધુકર માલતી ભેગી રે, તેમ ભવ્ય સહજ ગુણે હોયે, ઉત્તમ નિમિત્ત સંગી રે. વી. ૧૩ એહ અવંચક ચોગ તે, પ્રગટે ચરમાવતે રે, સાધુને સિદ્ધદશા સમું, બીજનું ચિત્ત પ્રવર્તે છે. વી. ૧૪ કરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણઠાણું રે; મુખ્યપણે તે ઈહાં હૈયે, સુયશ વિલાસનું ટાણું રે. વી. ૧૫
૧ અગ્નિ જેવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com