________________
(૯૪) વિવિધ પુષ્પવાટિકા. જે પણ દ્રવ્ય કિયા પ્રતિપાલે, તે પણ સન્મુખ ભાવેજી, શુકલ બીજની ચંદ્રકલા જેમ, પૂર્ણ ભાવમાં આવે છે. ૪ તે કારણ લજજાદિકથી પણુ, શીલ ધરે જે પ્રાણીજી, ધન્ય તેહ કૃતપુન્ય કૃતારથ, મહાનિશિથ વાણીજી; એ વ્યવહાર નયે મન ધારે, નિશ્ચય નય મત દાખ્યું છે, પ્રથમ અંગમાં વિતગિચ્છાએ, ભાવચરણ નવિ ભાખ્યું છે. ૫
ઢાલ ૮ મી. (ચોપાઈની દેશી.) અવર એક ભાખે આચાર, દયામાત્ર શુદ્ધજ વ્યવહાર; જે બેલે તેહજ ઉત્થપે, શુદ્ધ કરૂં હું એમ મુખ જપે. ૧ જિનપૂજાદિક શુભ વ્યાપાર, તે માને આરંભ અપાર; નવી જાણે ઉતરતાં નઈ, મુનિને જીવદયા કયાં ગઈ. ૨ જે ઉતરતાં મુનિને નદી, વિધિ જેગે નવી હિંસા વકી; તે વિવિજેગે જિનપૂજન, શિવકારણ મત ભૂલે જના. ૩ વિષયારંભ તણે જ્યાં ત્યાગ, તેહથી લહીએ ભવજલ તાગ; જિનપૂજામાં શુભ ભાવથી, વિષયારંભ તણે ભય નથી. સામાયિક પ્રમુખે શુભ ભાવ, યદ્યપિ લહીએ ભવજલ નાવ. તે પણ જિનપૂજાએ સાર, જિનને વિનય કહ્યો ઉપચાર. ૫ આરંભાદિક શંકા ધરી, જે જિનરાજ ભકિત પરિહરી; દાન માન વંદન આદેશ, તુજ સબલે પડીઓ કલેશ. ૬ સ્વરૂપથી દીસે સાવદ્ય, અનુબંધે પૂજા નિરવદ્ય; જે કારણ જિન ગુણ બહુમાન, જે અવસરે વરતે શુભ ધ્યાન. ૭
૧ નદી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com