________________
ભૂમિ કા * વિશ્વતિ વિભુ વર્ધમાન-મહાવીર ' નામના પુસ્તકના લેખક ભાઈશ્રી મંગળદાસ ત્રીકમદાસ ઝવેરી છે અને તેમણે બે ભાગમાં એ પુરું કરવા ધારણું રાખેલી: દરમીઆન આયુષ્યને અંત આવતા પ્રથમ ભાગ છપાયેલ પણ પ્રગટ કરાયા વિનાને કેવળ પ્રેસમાં પડી રહ્યો સામાન્ય રીતે શ્રી વિજયદેવસુર સંઘની પ્રણાલિકા એવી રહેલી છે કે જેમ પોતાની પાસેના દેવદ્રવ્યમાંથી જૂદા જૂદા ભાગમાં આવેલ દેવાલના જીર્ણોદ્ધારમાં મદદ આપે છે તેમ જ્ઞાનખાતામાંથી વિદ્વાને તથા મુનિમહારાજાઓ દ્વારા સંપાદિત ગ્રન્થમાં બંધારણ મુજબ સહાય કરે છે અને જરૂરી પુસ્તકોનું પ્રકાશન પોતાના નામથી પણ કરે છે. આ પુસ્તકનું પ્રેસમાં છપાયેલ મેટર નિરર્થક ન જાય એ શુભ હેતુથી સંધસ્થાપિત જ્ઞાન ભંડાર સમિતિએ આનું પ્રકાશન કરી જનસમૂહના કરકમળમાં મૂકવાનું ઉચિત માન્યું છે. લેખક દ્વારા છપાયેલ લખાણમાં ઘણે સ્થળે ખલનાઓ થવા પામી છે અને કોઈ કઈ સ્થળે ભ્રમજનક લખાણુ થયેલ છે. પૂજય મુનિ મહારાજ પં. ધુરન્ધરવિજય ગણિએ આ સંબંધમાં ખાસ લક્સ ખેંચી કેટલાક મહત્ત્વના સૂચને દર્શાવેલા છે. એ સર્વને અહીં શરૂઆતમાં રજુ કરાયેલ છે કે જેથી વાંચનાર સૌ પ્રથમ એ વાંચીને જ આગળ વધે. વળી પ્રફશોધન પણ બરાબર થયેલ નથી ! એ આનું પ્રકાશન શ્રી વિજયદેવસૂર સંધના નામથી થાય તે શોભાજનક ન ગણાય; આમ છતાં ઉપર જે હેતુનું આલેખન કરેલ છે તે તરફ દ્રષ્ટિ રાખીને-લાભાલાભનું તોલન કરીને-સમિતિએ પ્રકાશન કરેલ છે.
મંગળ પ્રાર્થનામાં જે પ્રથમ કલેક છે તેનો અર્થ આ પ્રમાણે સમજવો–શ્રી સિદ્ધાર્થ રાજાના વંશપ મંદિરમાં વ્રજરૂપ, જેમને મને હર દેવશ્રેણુએ સ્તવ્યા એવા હે દુઃખથી રક્ષણ કરનાર, શત્રુએથી પણું નમાયેલા-હૃદયથી મોહ, કામ ને માનરૂપ શત્રુઓ જેમના દૂર થયા છે એવા વીર ! અજ્ઞાનઅન્ધકારને નાશ કરનારા મેરુ સમાન ધીર-આપને હું વિનયપૂર્વક સ્તવું છું.
પાના-૨૧ ના ત્રીજા ફકરામાં ચાર હજાર તાપસ વાળી વાત આ પ્રકારે સમજવી– ભદેવ પ્રભુને કેવળજ્ઞાન થયાનું સાંભળીને-કચ્છ મહાક૭ સિવાયના ચાર હજાર તાપસે પ્રભુ પાસે આવ્યા અને શુદ્ધ સંયમ સ્વીકારી એનું પાલન કરવા લાગ્યા.
પાના૨૪. ફકરા બીજામાં ભરીચિની દીક્ષા ચાર હજાર રાજપુત્રોની દીક્ષા સાથે લખેલી છે તે બરાબર નથી. ભગવંતને કેવળજ્ઞાન થયા પછી મરીચિએ દીક્ષા લીધી છે.
પાના-૨૬. ફકરા બીજામાં અઠ્ઠાણું ભાઈઓ વાળો પ્રસંગ વર્ણવ્યો છે તે ભરત-બાહુબલિના યુદ્ધ પૂવે છે અર્થાત ફકરા પહેલાની વાત એ પછી આવવી ઘટે. વળી ભરત અને બાહુબલિ વચ્ચે ચાર પ્રકારના યુદ્ધ ખેલાયા છે. યુદ્ધના નિયમ વિરુદ્ધ ભરતરાજે ચક્ર મૂક્યું પણ ગોત્રિય હોવાથી તેની અસર ન થઈ. આ અન્યાય બાહુબલિથી સહન ન થયો અને આવેશમાં આવી ભરત સામે મથિી પ્રહાર કરવા હાથ ઉંચો કર્યો. એ વેળા ‘એ પોતાના વડિલ ભાઈ છે” એ ભાવ જાગ્રત થતાં, અને ઉગામેલ મુષ્ટિ પાછી પણ ન કરે એવો નિશ્ચય હેવાથી, પોતાના મસ્તક પરના કેશન લોન્ચ કર્યો.
પાના-૨૭ માં “માનપૂર્વક ભજન કરાવી' ને બદલે “ભાવપૂર્વક આહાર વહોરાવીને’ વાંચવું.
પાના-૨૯માં શત્રુંજય ગિરિરાજની તળેટી ભદેવ ભગવાનના સમયમાં વડનગર સુધી હતી તે હકીકતને કોઈપણ પ્રકારનું સમર્થન નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com