________________
વિભુ વર્ધમાન
[૧૬૫] મહાવીર–મારે કહેવાનો આશય તેવું નથી. કુંભારની પેઠે કઈ પણ ચેતનશક્તિ સંસારની
રચના નથી કરી શકતી. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે જગતમાં ચેતન અને જડ બે શકિતઓ કામ કરી રહી છે. આ બે શક્તિઓની વચમાં તે સંબંધ છે જે, વિજાતીય બે પદાર્થોના વચમાં રહી શકે છે. ચેતન, જેને અમે આત્મા કહીએ છીએ અને જડ, જેને અમે કમ કહીએ છીએ, તે અનાદિ કાળથી દૂધ અને ઘીની માફક એક બીજાથી મળેલી છે. દૂધને આપણે જોઈએ છીએ અને ઘીનું અનુમાન માત્ર કરી શકીએ છીએ. એવી જ રીતે સચેતન શરીરને ખીએ છીએ અને આત્માનું અનુમાન કરી શકીએ છીએ.
ચેતનથી લિસ કમિણુઓથી સંસારમાં આ વિચિત્રતા ઉત્પન્ન થએલી છે. જે ચેતન શુભ કર્મોથી લિપ્ત રહે છે તે, સંસારમાં સારી સ્થિતિને પામે છે અને અશુભ દલેથી ચેતન લિસ રહેતાં ખરાબ સ્થિતિને પામે છે. આ પ્રકારે સંસારના વૈચિત્ર્યનું કારણ "સંસારી જીવ અને એના શુભ અશુભ કર્મ છે.” ફક્ત ભૂતનો સ્વભાવ નહી.
ભગવંત મહાવીરના આવી સચોટ અને યુક્તિપૂર્ણ સમજાવટથી વાયુભૂતિએ ભગવાન મહાવીરના સિદ્ધાન્તને સ્વીકાર કરી લીધો અને સપરિવાર શ્રમણ ધર્મની દીક્ષા લઈ ભગવાનના શિષ્ય બન્યા.
૪. આર્ય વ્યક્તની દીક્ષા બાદ ભગવાન મહાવીરે આર્ય વ્યક્તને સંબોધી કહ્યું. હે આર્ય વ્યક્ત ! શું તમને બહાના સિવાય અન્ય પદાર્થોની વાસ્તવિકતાના વિષયમાં શંકા છે? વ્યક્ત-હા ભગવંત, વેદમાં “સ્વપમે હૈ સંક્રમિન્વેષ ત્રાવિધિન્ના વિશે:” વગેરે વચનોથી
સર્વ કંઈ સ્વપ્ન સમાન બતાવ્યું છે. કેવલ બ્રહ્મ-આત્માને જ સત્ય કહ્યું છે. વેદમાં પણ “ગિની રેવતા” “કાપો રેવતા” વગેરે વાકથી પૃથિવ્યાદિ ભૂતની સત્તા પણ પ્રતિપાદન કરી છે. આ સ્થિતિમાં એ નિશ્ચય કર કઠિન છે કે, જગતને કયા રૂપમાં
માનવું-સત્ અથવા અસતું ? મહાવીર–મહાનુભાવ! “નોર્મ " વગેરે વેદવાક્યને તમે યથાર્થ રૂપમાં સમજ્યા નથી.
આ વેદ-પદ કેઈ વિધિવાકય નથી, જેવું કે તમે સમજી શક્યા છે. સર્વ સ્વપ્ન તુલ્ય હેવાને અર્થ એમ નથી કે બ્રહ્મથી અતિરિકત કેઈ સત પદાર્થ નથી. પ્રત ઉપદેશ વાકય છે. અને તે, અધ્યાત્મચિન્તાને ઉપદેશ કરતાં સૂચિત કરે છે કે, ધન, યૌવન, પુત્ર, કલત્ર વગેરે પદાર્થ જેઓ પર મુગ્ધ હાઇ સંસારીજીવ પોતાના હિતમાગ ચૂકી રહ્યો છે. સાંસારિક સુખના પ્રલોભનોમાં ફસાઈ આત્મહિતમાં પ્રમાદ કરી રહ્યો છે તે પદાર્થ, વસ્તુતઃ નાશવંત છે. શું સામાન્ય મનુષ્ય! અને શું દેવેન્દ્ર ચક્રવતી ! સર્વે આયુષ્યની સાંકળોમાં બંધાએલા છે. જ્યારે આયુષ્યની સાંકળ પૂરી થશે ત્યારે, ભાડાના મકાનની માફક આ દેહને છોડીને સ્વકર્માનુસાર દેહાત ધારણ કરશે. અને એ હાલતમાં અહીંના સંબંધ અને સંબંધી કેવળ નામશેષ થઈ જશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com