SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ વિષ્ણુ વમાન [ ૧૫૯ ] અહીં ભૂત શબ્દના અર્થ પૃથિવ્યાદિ પાંચ ભૂત તેમજ પ્રમેય અર્થાત્ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથા આકાશ નથી થતા પરંતુ જડ, ચેતન, સમસ્ત જ્ઞેય (જાણવા લાયક) પદાર્થ થાય છે. સજ્ઞેય પદાર્થ આત્મામાં પેાતાના સ્વરૂપથી ભાસમાન થાય છે. ઘટ, પટ અનુક્રમે તેઓના સ્વરૂપમાં શાસમાન થાય છે. આ જુદા જુદા પ્રતિભાસ જ જ્ઞાનપર્યાય છે. જ્ઞાન અને જ્ઞાની આત્મામાં કોઈક વખત તે અભેદ્ય હોવાને કારણે ભૂતેથી અર્થાત્ ભિન્નભિન્ન જ્ઞેયેાથી વિજ્ઞાનઘન અર્થાત જ્ઞાનપર્યાયાનું ઉત્પન્ન થવું અને ઉત્તરકાળમાં એ પાયાનું તિરાધાન (વ્યવહિત) થવુ કહ્યું છે. “ન પ્રત્યયંજ્ઞાતિ” ના અર્થ પરલેાકની સંજ્ઞા નહિ એવા નથી. વાસ્તવમાં એના અર્થ પૂ પર્યાયના સંયેગ નહિ એવે છે. જ્યારે પુરુષમાં નવા નવા જ્ઞાનપર્યાય ઉત્પન્ન થાય છે ત્યારે એના પૂર્વકાલીન ઉપયોગ વ્યવહિત થઇ જતાં તે સમયે સ્મૃતિ પર તે સ્ફુરિત નથી થતા, એવા અને લક્ષિત “ કરીને ન સંજ્ઞાતિ” આ વચન કહેવાયુ છે. ભગવાન મહાવીરના મુખથી વેદવાકયને આવા સુંદર અને બુદ્ધિગમ્ય સમન્વય મળતાં જ ઇન્દ્રભૂતિના મનના અંધકાર દૂર થઈ ગયા. તે બન્ને હાથ જોડી ખેલ્યાં-ભગવન્! આપનું કથન યથાર્થ છે. પ્રભુ! હું આપનું પ્રવચન સાંભળવા ઇચ્છું છું. ગૌતમની પ્રાર્થના પર ભગવાને નિગ્રન્થ પ્રવચનને ઉપદેશ આપ્યા. ઉપદેશ સાંભળી સંસારથી વિરક્ત થઇ તેઓ પ્રજિત થયા અને તેના પાંચસા (બ્રહ્મચારી) છાત્રા જે તેઓની સાથે આવ્યા હતા તેએ પણ મહાવીર પાસે પ્રજિત થયા. આ વખતે “રશેફ યા વિખેર્ વા ધ્રુવેર્ વા` એ મહામંત્રગભિત ત્રિપદી પ્રભુના મુખથી સાંભળી ઇંદ્રભૂતિએ દ્વાદશાંગીની રચના કરી. ન્દ્રભૂતિએ ભગવત મહાવીર પાસે દીક્ષા લીધાની વાત પવનવેગે મધ્યમા નગરીમાં પહાંચી. નગરભરમાં વિવિધ ચર્ચા થવા લાગી કે, ઇન્દ્રભૂતિ જેવા જેએના શિષ્ય બની ગયાં તે મહાવીર ભગવંત અવશ્ય અપૂર્વ સામવાળા હેાવા જોઇએ. કાઈ કહેવા લાગ્યા મહાવીર કંઇ કરામત જાણતા હૈાવા જોઇએ, નહુિ ને ઇન્દ્રભૂતિ જેવા સમર્થ વિદ્વાન્ શિષ્યા સહિત પ્રત્રજિત ખને એ સંભવત નથી. ૨. અગ્નિભૂતિની પ્રવજ્યા ઇન્દ્રભૂતિના લઘુમ અગ્નિભૂતિને પોતાના મેટાભઇની વિદ્વત્તામાં એટલેા બધા વિશ્વાસ હતા કે, “તે કહે સૂર્ય પશ્ચિમમાં ઊગે છે તે તેના વિરોધ સરખા પણુ કાઈ કરી શકતુ નહિ.” તે કંઇક ક્રોધ અને આશ્ચર્ય સાથે પેાતાના વિદ્યાર્થી સમુદાય સહિત મહાસેન ઉદ્યાનથી મેાટાભાઈને પાછા લાવવાની અભિલાષાથી નીકળ્યા તે ખરો પણ રસ્તામાં તેનુ શરીર ભારે થવા લાગ્યું. જ્યારે તે સમવસરણના સેાપાન (પગથિયા) પાસે પહોંચ્યા ત્યારે તે તેના મનને જોશ બેસી ગયા, પગ ઠંડા થઈ ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે, ચાક્કસ તે “સજ્ઞ” હાવા જ જોઇએ. અને તેથી જ મારા મેાટાભાઈને હાર મૂલવી પડી હશે! ક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035311
Book TitleVishvajyoti Vibhu Vardhaman Mahavir
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherVijaydevsuri Sangh
Publication Year1960
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy