________________
વિનંતિ કરવાની અજબ છટા વિગેરે બાબતોથી આ પૂજા અત્યંત આવ્હાટ જનક છે. વાંચનાર અગર સાંભળનાર ને ધ્યાન પૂર્વક વાંચે કે સાંભળે તે અવશ્ય ડેકુ ધુણાવ્યા વિના રહેજ નહિ, અને એવી જ રીતે તલાલિન થતા ભવ્ય જીમાંથી કોઈ પુરૂષ તે આત્મ કલ્યાણ પણ સાધી જાય. આ પૂજા અત્યાર સુધી અદ્રશ્ય કેમ રહી હતી તે પણ આપને મહારે જણવવું જોઈએ.
સંવત ૧૯૩૫ ની સાલમાં છપાએલા એક મેટા સાડા સાતસે પૃષ્ઠના ગ્રંથમાં જુની બાળબોધ લીપીમાં આ પૂજા છપાઈ હતી, અને ત્યાર પછી બીજા કોઈ પણ ગ્રંથમાં તે છપાએલી અત્યાર સુધી જોવામાં આવી નથી, કેમકે આ ગ્રંથ પ્રમાણમાં બહુ મેટ હોવાથી તેમજ કિંમતમાં પણ ભારે હેવાથી ઘણા ભાવીકે તે રાખી શકે નહિ એ નિર્વિન વાદ છે, અને તેજ કારણથી આજ દિન સુધીમાં આ પૂજા પુરતી પ્રસિદ્ધિમાં આવી શકી નથી. જ્યારે જ્યારે આ પૂજા ભણાવવામાં આવતી ત્યારે ત્યારે તેની સાત અગર આઠ ચોપડીઓ આખા અમદાવાદમાં ફરીએ ત્યારે મળી શક્તી હતી, અને તે ઉપરથી પણ પુતના અભાવે તે અપ્રસિદ્ધ રહેવા પામે એમાં આશ્ચર્ય પામવા જેવું નથી.
- ત્યારપછી આ પૂજા ફક્ત એકલી જ છપાવવાથી પુસ્તકનું કદ નાનું થઈ જશે એમ લાગવાથી, તથા કેટલાક ગૃહસ્થની ખાસ પ્રેરણાથી, મહાન પૂવોચાર્યોની રચેલી પૂજા ઉપરથી મેં અનુવાદ રૂપે તૈયાર કરેલી છે “શ્રી રસીક સત્તરદા પૂજા ” પણ ભેગી છપાવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com