________________
આ પૂજા સબંધી એ મેલ,
સુજ્ઞ મહાશય ! આજ કાલ જિનેશ્વર દેવની દ્રવ્ય પૂજા સાથે ભાવ પૂજામાં પ્રાધાન્યતાને પામેલી સંગીત પુખ્ત (સ્તવન પૂજા ) ના પ્રચાર વિષેશ થએલે જોવામાં આવે છે, તેવે વખતે આજથી લગભગ સાઇઠ વર્ષો ઉપર એક મહાન વૈરાગી પુરૂષના હાથે રચાયેલી પરંતુ અદ્રશ્ય રહેલી પુજા, પ્રસિદ્ધિમાં મૂકવાની તક મળવાથી મને અત્યંત હર્ષી ઉત્પન્ન થાય છે.
પ્રસ્તુત પૂજા ખાખત હું આપને કાંઇ પણ કહુ તે પહેલા તે કઈ પૂજા, અને તેના કર્તો મહા પુરૂષનું નામ એ જણાવવુ વધારે જરૂરનું થઇ પડશે, કેમકે શાસ્ત્રકાર ભગવાનના એ ખેલ છે કે “ પુરૂષ વિશ્વાસે વચન વિશ્વાસ” અને તેજ પ્રમાણે તેના કર્તા પુરૂષનુ નામ, એ કૃતિને સંપૂર્ણ વિશ્વાસ પમાડી શકે ! આ પૂજાનું નામ શ્રી વિહરમાન જિન પૂજા છે, વિહરમાન જિન એટલે વિચારતા ભગવાન ! અત્યારે આ ભરતક્ષેત્રમાં પ્રભુ મહાવીરના નિવાણું પછી વિરારતા પ્રભુના અભાવ છે, અને ઉત્સર્પિણિ કાળના અમુક વખત સુધી એ સ્થિતિ કાયમ રહેવાની, પરંતુ અદ્વી દ્વીપના પાંચે મહા વિદેહમાં શ્રી સીમધર સ્વામી આદે . વિચરતા વીસ તીર્થંકરા ભન્ય જીવા ઉપર અત્યંત ઉપકાર કરી રહ્યા છે, તે વીસે વિપુરમાનજિન કહેવાય, અને તે ઉપરથી તેમની સ્તુતિ રૂપ પૂજાનું નામ · શ્રી વીસ વિહરમાન જિન’ પૂજા એવું રાખવામાં આવ્યું છે.
"
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com