________________
ફુલવાડીની અરજી.
સાખી–પુત્ર પુત્રીના લગનમાં, કરે અમારી ઘાત, બીજા પણ બહુ વિષયમાં, થાય જીલ્મની વાત. પ્રતિમા ટુંપક એ ન વિચારે, પ્રભુ પૂજનમા ઘાત પુકારે, ધર્મ કાર્ય કાઈ કેમ કરે એ બતાવશે ખારી–કહે છે. ૩. સાખી-પ્રભુ પડિમા દ્વેષી બન્યા, લવે અસત્ય અપાર, ઘાત પાપ જણવે તિહાં, જ્યાં પૂજન અધિકાર. કોઇ ચાવે સ્થાનક ત્યારે, કેતા સ્થાવરને ત્રસ મારે, પૃથ્વિ અપ વાયુ વિષ્ણુ વાંકે નાંખે સંહારી–કરે છે * સાખી–આ બુદ્ધિ નવ સાંભરે, મિથ્યામતિ મુંઝાય, ધર્મ ક્રિયા હિંસા ગણે, અધમીનું શું થાય.
( ૫૩ )
જૈનતણા સિદ્ધાંત જગતમાં, ન્યારા માર્ગ અવર સહુ મતમાં, સુક્ષ્મ દ્રષ્ટિએ ખરી અહિંસા ઉપદેશે ભારી-કરે છે. ૧ સાખી–દયા સ્વરૂપ જાણ્યા વિના, જપે દયાનું નામ, સૂત્ર ઉત્થાપી તે હવે, નાહકના બદનામ.
દાન શીયળ તપ ભાવ એ ચારે, ધર્મ સધાયે જેહ પ્રકાર, જિનગૃહમાં એ ધર્મ રહ્યો છે વિજન હીતકારી–કરે છે; સાખી-જ્ઞાતા ભગવતિ અંગમાં, જીવાભિગમ મઝાર, રાયપસેણી સૂત્રમાં, જિનપૂજન અધિકાર.
બીજા પણ બહુ સૂત્ર સાખી, પણ પાપીએ બીક ન રાખી, પડિમા દ્વેષે જિન આગમને અવળા ઉચ્ચારી–કરે છે ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com