________________
શ્રી ૧ રસીક વિરચિત
શ્રી સત્તરભેદી પૂજા પ્રારંભ.
ॐ श्री संखेश्वर पार्श्वनाथाय नमः
દેહરા. શ્રી સંખેશ્વર સાહીબા, સુરતરૂ સમ દાતાર ઈચ્છિત સુખ દાયક વીભુ, ઘો આશ્રય સુખકાર, અલખ નિરંજન જિનપતિ, અવિચળ પદવી ધાર, અજરામર અરિહંતજી, અરજ કરે સ્વીકાર. પ્રભુ તુજ મુખ કમળે વસે, કવિજન જનની જેહ, તે શ્રી ભગવતી ભારતી, દે શુભ મતિ ગુણ ગેહ. સકલ જિનેશ્વરની રચુ, પૂજા સત્તર પ્રકાર ભણતા ભવિયણ ભાવશું, હવે ભવ વિસ્તાર. ન્યવણ વિલેપન વસ્ત્રની, વાસ’ કુસુમ કુલમાળ, સુરભી સુશોભીત સુમન તેમ, ચૂર્ણ ધવન સુવિશાળ. ૫ સુંદર આભુષણ ° વળી, પુષ્પસદન૧ કુલમેહર અષ્ટમંગળ ધુપદીપની,૪ પૂજા શિવપદ નેહ. ૬ ગીતગાનપ નાટક તણી, વાજીંત્ર પૂજા સાર, સુરનર પેર શ્રાવક કરે, છમ કહી સૂત્રમેઝાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com