________________
વિશ વિહરમાન જિન પૂજા. (૧૫) છે અથ શ્રી ચંદ્રાનન જિનપૂજા ૧૨ મી.
| | દુહા છે નૃપ વાલ્મીક પદ્માવતી, નંદન ગુણ અભિરામ, વૃષભક્તિ કેવલ લહી, પૂરી વિનતા ઠામ. કર્મ તપત ભવ જતુને, શશી કોમુદિ સમાન, શ્રી ચંદ્રાનન જિનવરૂ, પૂજે જ્ઞાન નિધાન.
ઢાળ. સંજમ રંગ લાગ્યો. એ દેશી.
શ્રી ચંદ્રાનન સેવીયેરે, કીજે એડ શું પ્રીત, સાહેબ રંગ લાગ્યો. બ્રહ્મ મુહર્ત જે પ્રાતને રે, તીહાં કીજે એ રીત. દરશન રંગ લાગ્યો, રંગ લાગે ચળ મજીઠ, જિનયું રંગ લાગ્યો. એ આંકણી. ૧ આલસ નિદ્રા બેઉ તજીરે, આતમ ચિંતક હોય, સામે સ્થિર મન તનું વચને કરી, જ્ઞાન નયને કરી જોય, દ. મારા હું કોણ કીડાંથી આવીયા રે, કુણ છે માહરે રૂ૫, સા. મીત્ર શત્રુ કાણુ માહરેરે, મોહ માયા એ કુપ, દ. ૩ાા દ્રવ્ય નયે આતમ આતમારે, એક નિશ્ચય નહિ ભેદ, સા. વ્યવહારે બહુ ભેદ છે રે, તિણ માંહે ભવ ખેદ, દ. ૪. પરમારથ સાધન ભણી, કીજે એહ ઉપાય, સા.. જન્મ જરા દુઃખ મેટીએરે, જ્ઞાન લબ્ધિ સિદ્ધ થાય, દ. પા આતમને અનુભવ હવે રે, પાપ તિમિર દુઃખ દુર, સ. બુદ્ધિ વિજય નિત્ય સેવતાં રે, સાસ્વત સુખ ભરપૂર, દ. | ૬ | ઇતિ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com