________________
કરો અને કોઈ પણ ગુના ગુણને પ્રશસે, એ શુભ અને સજનચત છે, પણ એથી એ પરિણામ આવવું તે અનિષ્ટ જ ગણાય કે ધોરી માર્ગ કરતાં કે માણસના કહેવાતા વાડાના “અનુયાયી ” થવું ગમે. કેટલાક સુધારક” ગણતાઓ પશુ આ યુગમાં નોખા વાડાને પોષવામાં આનન્દ માને છે, એ ઓછા દુઃખની વાત નથી. એમાં હોટે ભાગે તે દાભિક્તાનું જ સામ્રાજ્ય પ્રવર્તે છે. જ્યાં વાડાબદીને તેડવાની જરૂર છે ત્યાં સાર્વભૌમ સનાતન માગથી જુદે વાડો નિમીણ કરે, અગર તેને પિષણ આપવાનો પ્રયત્ન કર એ વ્યાજબી ગણાય છે?
આજની જેન કેમની સ્થિતિ ગમે તેવી હોય અગર જૈન સમાજના આજના આચાર–વ્યવહાર ગમે તેવા હોય, પણ જેન-દશનની મૂળ સંસ્કૃતિ તો સંસારભરમાં નિરૂપમજ છે. વિશ્વવ્યાપી કલ્યાણી ભાવનાનું સામ્રાજ્ય ત્યાં પ્રવરે છે. તેની દાર્શનિક તત્વપ્રણાલી, તેની આચાર–ચેજના, તેને વ્યવહાર-ધર્મ અને તેને આદર્શ વિશ્વના અખિલ ધાર્મિક સાહિત્ય–સંસારમાં ઉત્કૃષ્ટ પદવી મેળવે છે. પછી જિન ભગવાનના અનુયાયી તરીકે પોતાને “જૈન” કહેવડાવવામાં પુરતે સન્તોષ નથી શું કે અન્યના અનુયાયી” તરીકે પણ પિતાને મનાવવાનું મન થાય?' ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com