________________
9:
વીર-ધર્મને પુનરુદ્ધાર.
પ્રકાશ નાંખે છે, પણ તે બાબતમાં ધાર્મિક અંગે વિષે જેટલું નિરૂપણ કર્યું છે તેટલું સાંસારિક અંગો વિષે નથી કર્યું. અલબત, ઉત્તરકાલવત ધર્માચાર્યોએ ગૃહસ્થાશ્રમ પર પ્રકાશ નાખતાં લગ્ન-સંસ્થા વિષે પણ પ્રતિપાદન કર્યું છે. કિન્તુ આજે તે પુનર્લગ્નની ચર્ચાએ સમાજમાં અને દેશમાં બહુ મોટું રૂપ પકડ્યું છે.
જૈન ધર્મશાસ્ત્ર, વૈરાગ્યપ્રધાન અને આધ્યાત્મિક-દર્શન હાઈ કરીને પણ તેની એક ઉદારતા ખાસ ધ્યાન ખેંચે એવી છે. તેણે ધર્મ_વિધિમાં મનુષ્યની ચેગ્યતા તરફ બહુ ધ્યાન આપ્યું જણાય છે. આ વિષેના દાખલા ઘણુય જાણીતા છે. એક મામૂલી સાદે એવિહારનેજ દાખલો લઈએ. અવલ તે તેણે વિહાર કરવાનું જ ફરમાન કર્યું, પણ સાથેજ, એમ પણ તેણે ઉપદેશ્ય કે, જેનાથી તે ન બની શકે, તે તિવિહાર કરે (પાણી છૂટું રાખે), અને તે પણ જેનાથી ન બની શકે, તે દુવિહાર કરે (પાણું અને ઈલાયચી વગેરે સ્વાદિમ ચીજો છુટી રાખે). આ
વિહાર, તિવિહાર અને દુવિહારની વિવિધતાને વૈવાહિક જીવન સાથે સરખાવતાં, કહેનારા એમ કહી શકે કે, બિલકુલ વિવાહ ન કરતાં સર્વથા બ્રહ્મચર્ય પાળવું એ ચાવિહારના સ્થાને છે, અને તે શાસ્ત્રનું પ્રાથમિક વિધાન છે, પણ જેનાથી તે ન બની શકે, તે તિવિહારસ્થાનીય લગ્નની છૂટયે, અર્થાત સ્વદારસન્તોષરૂપ ચા સ્વપતિસજોષરૂપ ગૃહસ્થ-ધમને આરાધે તે પણ 'જેનાથી ન થઈ શકે તે દુવિહાર કરે, એટલે ફરી વિવાહ કરે. પણ આવી સરખામણીમાં વજહ ન હોય, તે એની કિસ્મત કેટલી ?
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat