________________
દસ્પતિ–ધમ.
૫૩
અવસર ન આવે એ માટે પતિનું અવસરેચિત એવું માયાળુ, દયાળુ અને કેમળ આચરણ હોવું જોઈએ કે પત્નીના હૃદયમાં એ પ્રમાણિત થાય કે સંસારભરમાં તેના પતિની સારામાં સારી વસ્તુ તે છે.
કદાચિત પત્નીના સંબન્ધમાં કંઈક અનિષ્ટ અફવા સાંભળવામાં આવે તે તે ઉપર પતિએ જરાય ઉતાવળ ન કરવી જોઈએ. જગત વિચિત્ર છે, લોકપ્રવાહ બેઢબ છે, દુનિયા દેરંગી છે, પ્રત્યક્ષ પણ જુહુ નિકળે છે અને ભ્રાન્તિ, દષ્ટિદેષ, અજ્ઞાન, અસાવધાનતા તથા ઈષ્ય-દ્વેષ-અસહિષ્ણુતા વગેરે તેના કારણે પણ કેટલીક વખત વિચિત્ર અફવા ફેલાવા પામે છે. માટે ઉતાવળ કરીને પોતાની પત્નીને અન્યાય આપ એ સર્વથા પાપ છે. આખી અયોધ્યા નગરીએ રામ-પત્ની સીતાના સમ્બન્ધમાં જે અનિષ્ટ વાર્તા ફેલાવી હતી તે વાસ્તવમાં બેટીજ હતી. આમ લોકેમાં અનેક વિચિત્ર જાતના પ્રવાદ પ્રસરી જાય છે, જે વાસ્તવમાં બેટા હોય છે. છતાં દુનિયાને પ્રવાહ તે તરફ ઝુકી જાય છે. પતિ ઘણે ભાગે પત્નીને અંગે હેમી-પ્રકૃતિવાળા હોય છે, એથી ઘણી વખત તેમના તરફથી તેમની પત્નીઓને અન્યાય મળી જાય છે. સારા ગણાતા પુરૂષથી પણ કેટલીક વખત તેમની પત્નીઓને તેમના વહેમી સ્વભાવને અંગે દુસહ સન્તાપ
* મહાત્મા ગાંધીજી પિતાની આત્મકથામાં સાતમા પ્રકરણમાં લખે છે કે
“ નોકર ઉપર બેટો વહેમ જાય ત્યારે નોકર નેકરી છોડે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com