________________
દમ્પતિ-ધર્મ.
પેાતાના ખચેલા સમયમાં પેાતાની સંગતના લાભ પેાતાની પત્ની યા પરિવારને ન આપતાં, ખીજે ઠેકાણે આડે અવળે લટકતા ફરે છે. જેઓ અડધી રાત લગી ખીજાઓની સાથે નિરર્થીક ગપસપ લગાવે છે અને ફક્ત સાજનાદિ માટે ઘરે આવે છે, તેમને માટે ઘર વાસ્તવમાં ઘર ન કહેવાય, પણ વીશી–ઉતારા કે લેાજ ગણાય ! પતિ, પત્નીના યા ઘરન જેમ માલિક છે, તેમ તે ઘરના શિક્ષક પણ છે. એટલે તેણે ફુરસદના વખતમાં પેાતાની પત્ની અને પેાતાનાં ખાલ–બચ્ચાંને પેાતાની સેાહખતના લાભ આપવા જોઇએ. સુશિક્ષિત પતિની સાહેબતમાં ઘરના પરિવારને જ્ઞાન અને એધ પ્રાપ્ત કરવામાં જે માનદ આવે છે. તે એક ઔરજ હાય છે. પરિવાર વચ્ચે પતિદ્વારા પ્રેમપૂર્વક કરાતી મનેારંજક જ્ઞાન—ગાષ્ઠી ઘરમાં જે અજવાળુ નાંખે છે તે અપૂર્વ આલ્હાદક હોય છે. પત્ની તથા બાલ-બચ્ચાંને પાતાના ગૃહસ્વામી પાસેથી પેાતાના મન તથા આત્માના જ્ઞાનરૂપી ખારાક મળતાં તેમનું અન્તઃકરણ પ્રસન્ન થાય છે અને હૃદય ખીલી ઉઠે છે.
જેઆ લેાભાતિરેકથી આખા દિવસ કામધંધાનાં ગાડાં ઢાંકવામાં લાગ્યા રહે છે તેમની સુસંગતિના લાભ તેમના પરિવારને નથી મળી શકતા અને તેથી તે પરિવારનું જીવન શુષ્ક, નિરાનન્દી અને કદાચિત્ વિપરીત–સંસ્કારવાળું પણ બની જાય છે.
૫૧
કેટલાક તેા ફુરસદ મળવા છતાં પણ તેને ઉપયેગ યા તા નાટક, સીનેમા, સર્કસ એવામાં યા બીજાઓને ત્યાં જઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com