SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ વીર-ધર્મને પુનરુદ્ધાર. પંડિતે તરફથી ભારે અનર્થ થાય છે અને છડેચોક દમ્પતિજીવન પર દારૂણ બહાર પડે છે. કુંડલીને ઉચિત ઉપયોગ કરવામાં આવે તે દિનદહાડે આવી લૂંટ ન ચાલે. વસ્તુતઃ જન્મકુંડલીની અપેક્ષા ગુણ-કુંડલીને વધારે મહત્વ આપવું યોગ્ય છે. પૂર્વકાળમાં સ્વયસ્વર–પ્રથા હતી અને વર-વધૂ એકબીજાના ગુણ, સ્વભાવ જાણીને પોતાના ભવિષ્ય-જીવન-પથને નિર્ધારિત કરતા હતા અને અખંડ નેહ-શ્રદ્ધા સાથે આનન્દપૂર્વક પિતાની જીવનયાત્રા સફળ કરતા હતા. પણ આજે વસ્તુસ્થિતિ બદલાઈ ગઈ છે. દીકરા-દીકરીના સંરક્ષકે પોતાના ઈચ્છા તથા સગવડ મુજબ તેમના વિવાહ કરવા લાગ્યા. એટલે પછી તેમાં તેમની સમ્મતિની જરૂર ન મનાવા લાગી. આથી અધિકાંશ, દમ્પતિ-જીવનની કેવી દુર્દશા થઈ રહી છે તે વાચકેથી અજાયું ન હોય. સ્ત્રી-પુરૂષમાં પરસ્પર મનેમિલન ન હય, સ્નેહ-શ્રદ્ધા ન હોય અને તેમના ઘરના આંગણામાં કલહ-કલાહલ સદા ચાલતા રહેતા હોય, એ કેવું શાન્ત (!) જીવન ગણાય ! અને ઉન્માર્ગ–ગમન ખુલાં પડતાં ઘરની છિન્નભિન્ન દશા ખરેજ શેચનીય બને. દરેક વિચારક સમજી શકે છે કે વૈવાહિક જીવનને સુખી બનાવવું એ કેવળ પત્નીનાજ વશની વાત નથી. જયાં સુધી પતિ-પત્ની બન્ને એ માટે પ્રયત્ન ન કરે, જ્યાં સુધી એ બન્ને પિતાના આચાર-વિચારનું ધ્યાન ન રાખે, ત્યાં સુધી તેમને તે બાબતમાં સફળતા ન મળી શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035301
Book TitleVeer Dharmno Punaruddhar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1931
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy