________________
દમ્પતિધર્મ.
Oા જ કાલ અધિકાંશ ગૃહસ્થજીવન કલાપૂર્ણ અને
અશાંત જેવામાં આવે છે. એનું કારણ વિવાહસંસ્કારની અનભિજ્ઞતા છે; અગ્ય પ્રકારના વિવાહનું પરિગુમ છે. એગ્ય લ–પદ્ધતિની બાબતમાં પૂર્વાચાર્યોએ ઘણું સરસ ઉપદેર્યું છે, પણ તે તે બધું પુસ્તકમાં રહ્યું. આજે વિચિત્ર રૂઢિવાદે સમાજને ઘેરી લીધો છે, અને તેના પરિણામે ગૃહસ્થ–સંસારની જે દુર્દશા થવી જોઈએ, તે નજર મ્હામે જેવાઈ રહી છે. ધર્માચાર્ય મહાપુરૂષોએ વર્ણવેલા ગૃહસ્થધર્મના સંસ્કારમાં વિવાહ સંસ્કાર એ એક રહસ્યપૂર્ણ સંસ્કાર છે, જેનું યથાવિધિ પાલન કરવામાં આવે, તે ગૃહસ્થાશ્રમ ખરેખર સુખસમ્પન્ન નિવડે. - વિવાહ એ કેવળ મોજ-મજાની ચીજ નથી; પણ એ ગૃહસ્થાને માટે એક ધાર્મિક સંસ્કાર છે, અને તે ઈશ્વરની સાક્ષીએ પ્રતિજ્ઞાપૂર્વક કરવામાં આવે છે. સ્ત્રી સરખા દરજે પુરૂષનું અડધું અંગ છે. એ એવું કપડું નથી કે મન ન માન્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com