________________
લગ્નસંસ્થા.
૩૫
પ્રજા પણ પ્રાયઃ અબલા બની ગઈ છે. કિન્તુ સમય-ધર્મ હવે સાફ કહી રહ્યા છે કે એ જુના સંસ્કારને ભૂંસી નાંખી એમને સબળા બનાવવાનો પ્રયત્ન કરે અત્યંત આવશ્યક છે. તેમના આત્મામાં ગુપ્તરૂપે રહેલી શક્તિઓને વિકાસમાં લાવવાની સાધન-સામગ્રી પ્રસ્તુત કરવાની બહુ જરૂર છે. આ માટે સર્વ–પ્રથમ બાલ-વિવાહની દુષ્ટ રૂઢિને ઉખેડી ફેંકી દેવાની પરમ આવશ્યકતા છે.
બાલ-લગ્નની હોળી એકલાજેનોમાંજ નહિ, પણ પ્રાયઃ તમામ હિન્દુ કેમમાં સળગી રહી છે. આ ઘાતક પ્રથા એક રાક્ષસીની જેમ લાંબા સમયથી દેશનું ખૂન ચુસી રહી છે. દેશની દુર્ગતિનાં અનેક કારણેમાં બાલ-વિવાહની રૂઢિ પણ એક જબરદસ્ત કારણ છે. આ અધમ રૂઢિના પ્રતાપે જે દેશમાં ન્હાનાં ન્હ નાં બાળક–આળિકાઓને પરણાવી દેવામાં આવતાં હોય અને તેર તેર વર્ષ જેટલી ઉમ્મરમાં તે બાળક–બાલિકાઓ માતાપિતા બની જતાં હોય, તે દેશની ઉન્નતિ કઈ રીતે થઈ શકે? એટલી ઉમ્મરમાં તે શરીરને બાંધેય પૂરે બંધાતે ન હોય, ત્યાં લગ્ન કરી નાંખવાં અને માતાપિતા બની જવું એ કેટલું અઘટિત છે ? કાચી ઉમ્મરનાં મા-બાપથી ઉત્પન્ન થનાર સત્તાન પણ દુબળ અને રેગીજ નિકળે, એ ઉઘાડું છે. કાચી ઉમ્મરમાં બનેલાં માબાપે માતા-પિતા તરીકેની પિતાની જીમેદારી કેવી રીતે પૂરી કરી શકવાના હતા? અસમયમાં આવી પડતે લન–ભાર જ જ્યાં વ્યાધિરૂપમાં પરિણવ થઈ જતો હોય અને એવી વ્યાધિમાં સપડાયલા ખુદ પોતે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com