________________
લગ્નસંસ્થા.
૩૩
અને મહિલાઓની શારીરિક શક્તિનાં વર્ણને જોઈએ છીએ, ત્યારે હાલની કમર અબળાઓની નબળી દશા ખરેજ દિલગીરી ઉત્પન્ન કરે છે. પરિણામે જેવી ભૂમિ તે પાક થાય એમાં નવાઈ શી? જ્યાં સુધી માતાઓ બલવતી નહિં નિપજે, ત્યાં સુધી બલવાનું સન્તાનની આશા રાખવી વ્યર્થ છે.
આજની કન્યાઓ તે આવતી કાલની માતાઓ છે. અને રાષ્ટ્રીય બિલ્ડિંગના થાંભલા તેમની પાસેથી પૂરા પડવાની આશા છે. માટે બ્રહ્મચર્ય-કાળમાં તેણીઓને પણ વ્યાયામ અને બલ–ગમાં પ્રવીણ બનાવવાની આવશ્યકતા છે.
જે કૈકેયીએ, સમરાંગણમાં દશરથ રાજાના રથની ધરી એકાએક તુટી જતાં પોતાની આંગળીને તે ધરીની જગ્યાએ ગોઠવીને પોતાના સ્વામિ-નાથને નિરાશામાંથી ઉગારી લીધે હતો; જે સીતા, રાવણ જેવા મદોન્મત્ત રાક્ષસથી પણ જરાય ભયભીત રહેતી થઈ અને જે દ્રૌપદીએ જયદ્રથ રાજાને ધક્કો મારી નીચે પાડી દીધો હતો, તેમનાં પરાક્રમ કેવાં હશે! એવી બલવતી માતાઓના પુત્ર મહાન વિર–ચે નિકળે એમાં શું આશ્ચર્ય! ઉંદરો કે ગુલામે તે ઉંદરી કે ગુલામીમાંથીજ પેદા થાય. બહાદૂર નેપોલીયન સાફ જણાવે છે કે- વીરતાને પાઠ મને મારી માએ ભણાવ્યું છે. ” ઈતિહાસ એ વાતને સાક્ષી છે કે, ગમે તે કાળે અને ગમે તે સ્થળે, જ્યારે જ્યારે મહાન પુરૂષ દ્વારા જે પ્રદેશની ઉન્નતિ થઈ છે તેનું આદિ કારણું તે પ્રદેશની નારી-શક્તિ છે. નારી-જાતિને તુચ્છ, અજ્ઞાન, નિર્મળ અને એક પ્રકારનું “મશીન” સમજીને અત્યાર સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com