________________
સંગઠન.
અંગે તેમની ધર્મ–ભાવના લુપ્ત થતી જાય છે. તેમના સાંસારિક જીવનની દુર્દશા તેમના ધાર્મિક જીવન ઉપર પણ કુઠારાઘાત ચલાવી રહી છે. તમામ પાપોનું મૂળ ભૂખમરે છે એ કોણ નથી જાણતું. ભૂખ જે પાપ ન કરાવે તે થોડું !“કુાિરઃ હિ ?
fa vivજૂ !”ભૂખમાંથી છળ, પ્રપંચ અને તરેહ તરેહના કાવાદાવા કરવાનું સૂઝી આવે છે. ગરીબાઈ ઈશ્વર સાથે પણ અન્યાય કરાવે છે, ગુરૂ સ્વામે પણ માયાજાળ રચાવે છે અને ધર્મના ઉપર પિસ્તોલ મરાવે છે. મનુષ્યને સહુથી પ્રથમ સંસારી સગવડ જોઈએ છે. તેની આબાદીમાં તે ધર્મ કરવા ઉત્સાહિત થાય છે. નેકરી યા વેપારની સ્થિતિ બંધબેસતી ન હોઈ, ઘરનું ગુજરાન મુશ્કેલીભયુ થઈ પડયું હેય, ડોસાડોસી–સ્ત્રી–બાળબચ્ચાવાળાને જીવનનિર્વાહ પુરતા સાધનના અભાવે તે બધાને પેટ-પૂજા કરવાની અથવા પહેરવા-ઓઢવાની પૂરી સગવડ ન હોય, ઘરના આંગણે સાધુ-અતિથિ–મહેમાન આવતાં લાજ-શરમે તેમની ખાતરમાં ઘી ઠલવીને પછી દિવસે સુધી કેરા કડાકા કરવા પડતા હોય, ઘરમાં કઈ માંદુ પડતાં તેને માટે અથવા બાળ-બચ્ચાં માટે દૂધ લાવવા પુરતા પૈસાની ગોઠવણ ન હય, જ્યાં આવી જાતની મુશ્કેલીઓ અને કઠણાઈઓ હોય ત્યાં ધર્મ–ભાવના કયાં સુધી ટકી શકે ! જ્યાં દારિદ્રયની આગ સળગતી હોય, જ્યાં આર્તધ્યાનરૂપ પિશાચ શરીરનું લેહી ચૂસી રહ્યા હોય ત્યાં ભલા ! ધન યાદ કરનારા કેટલા ! શ્રીમન્ત લાડ- વાગાના વિલાસમય વાતારણમાંથી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat