SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ અન્તિમ ઉગારે. ૧૪૩ નીતિ'નું ઉદગમસ્થાન છે. અખિલ જગત પ્રત્યે જેની સામ્યવૃત્તિ હોય અને જેના હદયપ્રદેશના પ્રત્યેક પરમાણમાં વિશ્વકલ્યાણની ભાવનાએ ઠાંસી ઠાંસીને ભરેલી હેય, એ વીરપુરૂષની તરવ–પ્રરૂપણા એકદેશીય કે સંકુચિત હોય ખરી? એવા મહાન આત્માની તત્વવિવેચનામાં સમગ્ર જગતનાં સત્ય ભરેલાં હેય. એવા મહાન આત્માનું પ્રવચન વિશ્વગામી, વિવેપગી અને વિશ્વકલ્યાણ-સાધક હેય. આવા પ્રવચનમાં સ્યાદ્વાદષ્ટિનું એકાધિપત્ય ન હોય એમ કેમ બને ! આ દષ્ટિ” વગરના ન્યાય-સિદ્ધાન્ત બધા અધૂરા છે. શાસ્ત્રીય કે વ્યાવહારિક, લૌકિક કે પારલૌકિક દરેક જાતના કેયડા ઉકેલવામાં આ “નીતિ’ને જબરદસ્ત હાથ છે આ “નીતિ” કે “દષ્ટિ” બરાબર સમજવામાં આવે તે હું છાતી ઠેકી કહી શકું છું કે, જૈન સમાજના ફિરકાઓના ઝઘડા તુરંત શાન્ત થઈ જાય. મૂર્તિ-પૂજાની બાબતમાં જૈનફિરકાઓમાં જે કલહકલાહલ પ્રચલિત છે, તે ખરેખર આ “નીતિ' (સ્યાદ્વાદદષ્ટિ) ને નહિ સમજ્યાનું જ પરિણામ છે. આ નીતિ ખુલંખુલ્લા જાહેર કરે છે કે-મૂર્તિપૂજન ઉપયોગી પણ છે અને અનુપાગી પણ છે. માનસશાસ્ત્રની પદ્ધતિએ પણ સમજી શકાય તેમ છે, કે અભ્યાસકને પ્રાથમિક ભૂમિકામાં મૂર્તિપૂજન લાભકારક છે. આપણું મનેદશા કેટલી ચંચળ અને વિચિત્ર છે એ આપણે સહુ જાણીએ છીએ. આ અવસ્થામાં રમણનું રમણીય ચિત્ર જેમ અસર કરે છે, તેમ વંતરાગની શાન્ત મુદ્રા પણ અસર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035301
Book TitleVeer Dharmno Punaruddhar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1931
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy