________________
૧૪૨
વીર-ધર્મને પુનરુદ્ધાર. શાન્ત આકૃતિનાં; આપણે સમરણ કરવા જઈએ છીએ તે પ્રભુના ઉચ્ચ ગુણેનાં; આપણે લેવા જઈએ છીએ તે પ્રભુના ચરણે તેમની ગુણ-વિભૂતિના થોડા ઘણા અંશે; આ તેમની કશનવિધિ છે. આ વિધિમાં તેમના પ્રશમાદિ, ક્ષમાદિ, વેરાગ્યાદિ, ધર્યાદિ અને જ્ઞાનાદિ ગુણેનાં ચિન્તન-સ્મરણ-સ્તવન સમાયાં છે. તેમના આ ગુણનાં ગાન–તાન અને ભજનેના નાદ અન્તર્નાદ પ્રગટાવી મનેમળને ક્ષીણ કરે છે. પ્રભુની આ ઉપાસના આત્મ-પ્રસાદરૂપ પ્રસાદી મેળવવાને ધેરી માર્ગ છે. સાચે જં, આપણે ભગવાનના માથાને મુગટ જેવા નથી જતા, આપણે તેમની “લાખેણ” આંગીનાં દર્શન કરવા નથી જતા; આપણે તેમનાં ઘરેણાં કે દાગીના નિહાળવા નથી જતા. નિસંદેહ, એ આપણા દર્શનને વિષય છે જ નહિ. ભગવાનને માથે મુગટ હોય, ચાહે ન હોય, આંગી કે અલંકારની સજાવટ હોય, કે ન હોય, એની સાથે ઉપાસનાને કઇ મતલબ નથી, એ ઉપાસનાના વિષય નથી. ઉપાસકની ઉપાસનાનું સ્થાન એકમાત્ર પરમધ્યાનસ્થ ગુણતરંગિત શાંત આકૃતિ છે. એજ માત્ર આપણી ચિંતાને વિષય છે; એજ માત્ર આપણું સ્મરણીય તત્વ છે, એજ માત્ર આપણું ધ્યેય–આલંબન છે. ગાન–ભજન એની આત્મવિભૂતિનાં કરવાનાં છે. વસ્તુતઃ ઘરેણાં કે દાગીના વીતરાગ-મુદ્રા પર ન ઘટે. અસ્તુ.
વીરની જીવન-ચર્યા જેવી સામ્યપૂર્ણ હતી, તેથી તેની શાસનપદ્ધતિ પણ સામ્યપૂર્ણ છે. “સ્યાદ્વાદ' નીતિને આવિર્ભાવ એ તેના સામ્યવાદનું પરિણામ છે. તેની સામ્ય–દષ્ટિજ જ એ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat