________________
૧૧૪ વર-ધર્મને પુનરુદ્ધારલાયક છે. પહેલી વાત દીક્ષા-પ્રણાલીની વિચારવા જેવી છે. મારા નમ્ર મત પ્રમાણે જીવનને સાધારણ માર્ગ બ્રહ્નચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમની પરાપૂર્વથી ચાલી આવતી પદ્ધતિએ જીવનયાત્રા પસાર કરવી એ છે. લગભગ ૧૯ વર્ષની ઉમ્મર સુધી બ્રહ્મચર્યાશ્રમ સાધીને, જ્ઞાન–બળ-શક્તિમાં ગ્યતા સંપાદન કરીને પછી વીઓંલાસને પરિણામ વધતાં એકદમ–વચ્ચેના બેઉ આશ્રમ પડતાં મૂકી–ચોથા આશ્રમ પર પહોંચવું એ ઘણી ખુશીની અને મહાન ગૌરવની વાત છે. એવા મહાત્માઓ પૂર્વે અનેક થયા છે અને થઈ શકે. પણ એતિહાસિક દષ્ટિએ અને સામાન્ય સ્થિતિ પર વિચારણા કરતાં એ ખાસ ધેરી રસ્તે કે “રાજસડકન ગણાય. મેં મારા “ઢઢેરા” માં જણાવ્યું છે કે
“ગૃહસ્થાશ્રમ સાધીને સંન્યસ્ત થવું એ રાજ-સડક છે. તીર્થકરે, ગણુધરે, જ્ઞાનીઓ, મહાત્માઓ બધાય એ રાજ–સડકે ચાલેલા છે. ગૃહસ્થાશ્રમમાં આવ્યા વગર જ સંન્યાસી થયેલાઓની સંvયા, એ રાજ-સડકે ચાલેલાઓની સંખ્યા આગળ એટલી બધી જુજ છે કે સમુદ્રની આગળ જળ-બિન્દુ. ગૃહસ્થાશ્રમમાં આવ્યા વગર એકદમ જ સંન્યાસ ગ્રહણ કરવો એ વિરલપ્રકૃતિ-સિદ્ધ હેઈ એમ કરનારાઓની સ ખ્યા સહેજે જુજ જ હોય; જ્યારે ગૃહસ્થાશ્રમમાં પસાર થઈને પછી સંન્યાસ તરફ વળવું એ વિશ્વવ્યાપક અને સહીસલામત રાજમાર્ગ રહ્યો. એટલે થોડા અપવાદેને બાદ કરતાં બધાય એ રાજમાર્ગેજ ચાલેલા અને ચાલે એ દેખીતું છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com