________________
૧૧૦
વીર-ધર્મને પુનરુદ્ધાર. શીતળતા મળવી જોઈએ. મુનિના મુનિધર્મનું સવગ્રિમ સારાભ એજ છે કે તેની આસપાસનું વાતાવરણ શાન્તિમય હોવું જોઈએ. તેનું સંયમ–તેજ આત્મ-બળને ભાસ કરાવે, તેની શાન્તમુદ્રા આલ્હાદ આપે અને તેનાં વચન મીઠે રસ પાય. આવું મુનિ-જીવન ખરી રીતે ગુણસ્થાનકને વિકાશજ છે. છતાં આજે દિવસે દિવસે મુનિવર્ગ તરફ આદર કેમ ઘટતે જાય છે? આ વાતને અમારે પોતે જ વિચાર કરવો રહ્યો. અમારા અશાન્ત વ્યવહારે, અમારા કલહ-જીવને, અમારી ઉપાધિધમાલે સમાજના વાયુમંડળને બહુ ક્ષુબ્ધ કરી મૂકયું છે. પક્ષાપક્ષી, ખેંચાખેંચી અને ઈષ્ય-શ્રેષના ખળભળાટ એવા મચી રહ્યા છે કે મુનિવર્ગ પ્રત્યે જનતાની આસ્થા એાછી થતી ચાલી છે. એક તે અમારામાં અલ્પાક્ષરોની સંખ્યા બહુ અધિક છે અને વિદ્વાન ગણાતાઓનું પણ જ્ઞાન-તેજ પ્રાયઃ જોઇતા. પ્રમાણમાં ઝગમગતું નથી. જેથી આજને શિક્ષિત-વર્ગ અમારાથી આકર્ષાત નથી. અને બીજું, અમારી સંસ્થામાં કુસંપ તથા ઝગડાઓનાં વાદળ એવાં ઘેરાયેલાં છે કે, જેથી અમારા વર્ગ તરફ તેમની અરૂચિ વિશેષ વધતી જાય છે, અને એકન્દર તમામ સમાજની ભક્તિ-લાગણીમાં બહુ ફેરફાર થઈ ગયેલ છે. સુગધ વગરના પુષ્પની કેટલી કદર ! અંગત રાગી યા વ્યકિતગત મેહ ધરાવનારા ભલે અમને ગૌતમાવતાર (!) માનતા હાય, એથી શું હા વન્યો?
મુનિ ચર્યાની વાસ્તવિક સ્થિતિ વિચારતાં, જ્યાં ટિકિટ સુદ્ધાં સંગ્રહવાનું ઠીક ન ગણાતું હોય, ત્યાં બીજી અનેકાનેક
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat