________________
અર્પણ. વ્હાલા ઉત્સાહી નવયુવકે !
વીરધર્મના પુનરુદ્ધારનું કાર્ય કુદરતે તમને આપ્યું છે. તે તમેજ કરી શકવાના. તત્કાળ સંગઠન તમારામાં થવાની જરૂર છે. બ્રહ્મચર્યને પ્રચંડ દંડ ધારણ કરીને કર્મ-ક્ષેત્રમાં ઉતરે ! પ્રજામાં આન્દોલન મચાવો ! સમાજમાં ક્રાન્તિ ઉત્પન્ન કરે! લેકામાં “હે હા ખૂબ થવાને, અને થજ જોઈએ. ક્રાન્તિના કેલાહલેમાંથીજ અરૂણોદય પ્રગટે છે. સમય તમને હાકલ મારી રહ્યો છે. સાંભળશો? તમારી જવાબદારીને ખ્યાલ કરશો ? સમાજમાં સહાય લાગી હોય અને ધર્મને ડાટ વળવા બેઠા હોય તેવે વખતે તમને એશઆરામ કેમ સૂઝે? તમારી ત્યાગભાવના પર તો દેશ, સમાજ અને ધર્મનાં પુનર્વિધાન ઘડાયાં છે. તમે જે “ગળીયા બળદ” થઈ બેસી જાઓ તો તે ગજબ વળી જાય ! તમારી નબળાઈ પર તે સમાજ રસાતલમાં જાય ! અને એનો શરાપ તમારે માથે ઉતરે! તમારી જુવાનીને જોશ, તમારું ઉછળતું ખમીર, તમારી જ્ઞાન-શિક્ષા અને તમારું જીવન - સર્વસ્વ ધર્મની બુઝાતી જ્યોતને પુનઃ પ્રજવલિત કરવામાં ખતમ થઇ જવું જોઈએ. ઉઠો ! અને ખંખેરીના કાયરતાનાં જાળાં! યાહેમ કરીને કુદી પડે કર્મક્ષેત્રના મેદાનમાં ! શાસનદેવ તમારે સદાયક છે, અને વીરધર્મના જયઘોષની યશોમાળ તમને વરી.
–લેખક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com