________________
વીર-ધર્મને પુનરુદ્ધાર.
પણ આવા ( લગ્ન-સુધારણના) પાકારો તે ઘસાય થયા અને થાય છે; પરંતુ તેને અમલ ક્યાં થાય છે? અને એનું જ એ પરિણામ છે કે, આ વિષમ પ્રશ્નની ચર્ચા સમાજમાં હવે પૂર જોશથી ચાલવા માંડી છે. અને સમાજ હજુ પણ નહિ ચેતે તે જાતે દહાડે પુનર્લગ્નને રસ્તે ખુલ્લો થવા સંભવ છે. આજે સમાજને હોટે ભાગ, સામાન્ય રીતે જેઓ પુનર્જનના પક્ષકાર નથી તેવાઓ પણ પતિની સંગતમાં નહિ આવેલી એવી કહેવાતી વિધવા બાળાઓને ફરી પરણાવી દેવાની તરફેણુમાં છે. મહાટા મહેટા અનુભવી અને સચ્ચારિત્રશાળી સજજને, વૃદ્ધ અને પ્રજામાન્ય મહાપુરૂષો પણ આમાં સમ્મત છે.
બાળ-લગ્ન અને બેજોડ લગ્ન જેવાં અધચ્ચે લગ્ન બંધ પી જતાં અને બાળક-બાલિકાઓને વિદ્યાધ્યયનની સાથેજ સાથે વ્યાયામની પણ ખરેખરી તાલીમ આપવામાં આવતાં તથા લગ્નની ક્ષેત્ર-સીમા વિશાળ બનતાં, તેમજ યોગ્ય વરવધૂનાં લગ્ન થવા પૂર્વે યોગ્ય ડાકટર દ્વારા પુરૂષની તન્દુરસ્તીની ખાસ જા ચ કરાવવાની પ્રણાલી ચાલુ થતાં જે નવદમ્પતિઓ પ્રકટ થશે, તેમનાથી ધર્મની જ્યોત ઝગમગવાની અને તેઓ સમાજના વિધાયક બનવાના.
એવી અનેકાનેક દેવીએ મેજૂદ છે, જેઓ બાળપણમાં કે ચઢતી જુવાનોમાં રંડાતાં અખંડ બ્રહચર્ય પાળવાનું આત્મબળ ધરાવી રહી છે, ત્યારે એવા જુવાન વિધુરે કેટલા નિકળશે,
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat