________________
પુનર્જન.
વિશેષ વધતી જાય છે અને એ સમાજની ઘોર બીમારી છે, એમાં શક નથી. આજે જૈનેમાં ૨૩૮૮૦૮ પરણેલી સ્ત્રીઓમાં ૧૪૩૯૫ વિધવાઓ ગણાય છે! આ બીમારીનું નિદાન, વારંવાર જણાવવામાં આવ્યું છે તેમ બાળ-વિવાહ, અનમેલ વિવાહ અને વૃદ્ધલગ્ન છે. માટે તેવા કુલગ્નના કાંટાઓને જ જડ-મૂળમાંથી ઉખેડી ફેંકી દેવા પૂરજોશથી પ્રયત્ન કરવાની જરૂર છે. તેવા વિવાહનેજ એકદમ અટકાવી દેવાની સખ્ત જરૂર છે. સમાજમાં જાત-જાતનાં બંધારણની એવી કઢંગી સ્થિતિ થઈ ગઈ છે કે તેવાં અનુચિત અને ઘાતકી લગ્ન પુષ્કળ પ્રમાણમાં થયાં કરે છે. કન્યાની લેવડ-દેવડનાં ક્ષેત્રો આજે બહુ સંકુચિત થઈ ગયાં હેઈ, વ્યાજબી લગ્નના લાભ ઘણા મોંઘા થઈ પડયા છે. પૂર્વ કાળમાં તે માટે ભાગે જ્યાં રાટી વ્યવહાર ત્યાં બેટીવ્યવહાર હતું અને વિવાહ સંસ્કાર યોગ્ય રીતે અને યોગ્ય ઉમ્મરે થતા. એથી પહેલાના વખતમાં આટલી વિધવાઓ હતી જ. બાલ-વિધવા તે કવચિત્ જ નજર આવતી. પાંચ દશ વર્ષે કદાચિત કઈ બાળા ઉપર વૈધવ્ય આવી પડતાં સર્વત્ર અખેરારૂપ હાહાકાર વર્તાઈ જતે. આજની સ્થિતિ તે સ્પષ્ટ છે, ખરી વાત તે એ છે કે-ગામેગામ, નાત-જાતમાં જે ભાગલા પત્ર ગયા છે તે સઘળા સમેટી લેવાવા જોઈએ. દશા, વીશા, પિરવાડ, ઓસવાળ વગેરે જુદા જુદા નાતભેદે ઉડાવી દઈ બધાઓની એક અવિભક્ત જેન-જાતિ નિષ્પન્ન થવી જોઈએ. વિવાહક્ષેત્રનું આયોજન વિશાળ કરવામાં તેમને ઘણો લાભ છે અને ધર્મની ઉન્નતિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com