________________
૮૪
વીરધર્મને પુનરુદ્ધાર.
નિઃશ્વાસ નાંખી રહી છે. પરાણે–જબરદસ્તી વૈધવ્ય પળાવવાના પરિણામે જે અનર્થો, જે અત્યાચાર અને જે બ્રણહત્યાદિ પાપે થાય છે તે તેનાથી અજાણ્યા છે ! તે બીચારી
અભાગણીઓ વિધમએ કે ગુંડાઓનાં પ્રલેભનેમાં ફસાઈ જઈ . પોતાના જીવન-ધર્મ પર કટાર ચલાવે છે, હામાં ઘર માં બેસે છે અને તેણીઓના જ પેટે એવા કટ્ટર વિધર્મીએ પદા થાય છે કે માતાના મૂળ ધર્મ પ્રત્યે તેમને હળાહળ દ્વેષ વ્યાપેલે હોય છે, અને તે ધર્મને ખાદી નાંખવા માટે તેઓ પૂરા જુરસાથી બહાર આવે છે. મુસલમાને અને ઈસાઈઓના ફાંસલા એટલા મજબૂત અને એવા આકર્ષક હોય છે, કે દુખિયા અને સન્તપ્ત વિધવાએ ઝટ તેઓની જાળમાં ફસાઈ જાય છે. પણ પાછળથી તેણુંઓના એવા બુરા હાલ થાય છે–એવી ભૂધ દશા થાય છે કે તેબા ! તેબા !!
ખરેખર તારીફની વાત છે કે, નવ યૌવનના ઉન્માદસમયમાં પણ વિધવા થનારી બાળાઓ ધીરજ રાખવા જેટલું બળ અવશ્ય ફેરવે છે, પણ તે બીચારીઓને ખરેખર વિધુરે કે કુંવારા પુરૂષે સુખે બેસવા નથી દેતા, તેણીઓને તેઓ પજવે છે અને વિવિધ પ્રકારનાં પ્રલોભને આપી તેણીઓને ચલાયમાન કરે છે. તે બીચારીઓ તેવા ધુતારાઓના પંજામાં ફસાઈ જાય છે, અને પછી તે પુરૂષે જ તેમના પાપનું અનિષ્ટ પરિણામ પ્રકટ થતાં તે અભાગણીઓને ધકકો મારી બહાર કાઢે છે અને પોતે ડાહ્યા–ડમરાને દેખાવ કરી “સતીયા” બનવાને દમ ભરે છે! અરે! ઘરની અન્દર દેવર-ભેજાઈ, શ્વસુર-વધૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com