________________
: ૫૩ :
જેનેનું કર્તવ્ય
કાયાથી આજે વળી રહી છે, તેની સામે વધુ શક્ય ન બને તે, અહિંસાનું વાતાવરણ જાગતું કરવાની ઘણી જ જરૂર છે. કાયાથી જે હિંસા થઈ રહી છે, તે અટકાવવાની જેટલી જરૂર છે તેટલી વાણી અને મનથી થતી–પ્રચારવામાં આવતી હિંસા પણ ભયંકર છે. આજે હિંસા થઈ રહી છે, ને તેને વાણુથી જે પ્રચાર થઈ રહ્યો છે તે જે નહિં અટકે તે આ આયભૂમિ અનાર્ય જેવી બની જશે. - મનની હિંસા કેટલીક વેળા કાયાથી થતી હિંસા કરતાં વધુ ભયંકર ને અનર્થોની પરંપરા વધારનાર બને છે. કાયાની હિંસા હામા આત્માના દ્રવ્યપ્રાણને હણનારી બને, જ્યારે મનની હિંસા પિતાના ભાવપ્રાણોને નાશ કરવા સાથે ભવાંતરમાં દ્રવ્ય
અને ભાવપ્રાણે બનેને નાશ કરનાર બને છે. મનમાં હિંસાની વિચારણ કરનાર વાણી દ્વારા હિંસાને ઉપદેશ આપે છે. કદાચ
એ કાયાથી હિંસા ન કરે તે પણ એથી એ અહિંસક નથી રહી શકતે.
આ માટે જૈન શાસ્ત્રમાં તંદુલીયા માસ્યનું ઉદાહરણ પ્રસિદ્ધ છે. લવણ સાગર જેવા ડેટા સમુદ્રમાં વિશાલકાય મત્સ્યની આંખની પાંપણુમાં રહેતે તંદુલીયો મસ્ય, કાયાથી હિંસા કરી શકતા નથી, પણ એની વિચારણા કેવલ હિંસક હોય છે. સ્ફોટા માછલાના મેંમાં સેંકડો મો, પાણીના મોજાની સાથે પેસે ને નીકળે, એ પિતાની આંખથી જોઈ, તંદુલીઓ વિચાર કરે છે કે “જે હું આવો હોઉં તે એક પણ માછલાને જવા દઉં નહિં.” આ રીતે માંસ ખાવાની તીવ્ર–હિંસક પરિણામધારામાં રૌદ્ર ધ્યાનથી મારીને તે મત્સ્ય સાતમી નરકમાં જાય છે. જ્યારે સિંહ ચોથી નરકમાં તેમજ અસંસી મરીને બહુ તે પહેલી નરકમાં.
આ રીતે હિંસક વિચારને પ્રચાર મનની હિંસાનું પ્રતીક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com