________________
: ૫૧ :
જેનેનું કર્તવ્ય
વિજ્યજી જૈન પાઠશાલા અને જૈન શ્રેયસ્કર મંડળ, આ બે સંસ્થાઓ ધર્માત્મા વેણચંદભાઈએ મહામહેનતે ઊભી કરી. ત્યાં ધાર્મિક સંરકારે, શિક્ષણ-આ બધું એ રીતે અપાય છે કે જેથી જૈન સમાજના સંસ્કારી યુવકે આજના કાળમાં પણું ધર્મશ્રદ્ધામાં ટકી રહે. આ સંસ્થામાંથી સંખ્યાબંધ આત્માઓ સર્વવિરતિના માર્ગે ગયા છે. સમાજને શ્રદ્ધાળુ શિક્ષકે આ સંસ્થાએ સંપ્યા છે. ધર્મશ્રદ્ધાપૂર્વકના શિક્ષણને આ સંસ્થાધારા ઘણે પ્રચાર થયો છે. એ સંસ્થા પોતાનાં માર્ગે વધુ પ્રગતિ કરી શકે, તે માટે સારા ફંડને સારૂ એના કાર્યવાહકે મુંબઈ આવ્યા છે. તે તેઓના આ શુભ કાર્ય માટે પણ તેના કાર્યવાહકેને ઉતારી પાડવા માટે પ્રચાર થઈ રહ્યો છે. તેને અંગે આપણને જરૂર આશ્ચર્ય થશે કે, આમ કરવાનું કારણ શું ? અંદર અંદરના મતભેદો આવા સર્વમાન્ય કાર્યમાં શા માટે આડે લવાતા હશે?
ભેદ નવા નથી, પણ મર્યાદા હેવી જોઈએ:
જૈન શાસનમાં અમુક પ્રકારે સામાચારીને અંગેના મતભેદ ભૂતકાળમાં હતા, ભવિષ્યમાં રહેવાના અને વર્તમાનમાં છે, પણ મતભેદ હોવા છતાં મનભેદ, ઈર્ષ્યા, અસૂયાને તેડી પાડવાની મનેદશા ન હોવી જોઈએ ! સારી અને હિતકર યોગ્ય પ્રવૃત્તિઓ થતી હોય ત્યારે બધા આંતરભેદોને ઉગ્રરૂપ આપી વિદને કે અંતરાયે ઊભા કરી, વાતાવરણને ડહોળી નાંખવાને પ્રયત્ન ન એ જોઈએ. " જ્યારે જ્યારે બહારના આક્રમણો આવતા હોય તેવા સમયે સઘળાયે ધર્મશ્રદ્ધાળુ આત્માઓએ સં૫, ઐય, કેળવી તે આક્રમણોને હામનો કરવા જાગૃત રહેવું જોઈએ, નહિંતર આવા કાળમાં ધર્મની આરાધના ઘણી મુશ્કેલ બનશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com