________________
: ૩૯ :
જેનેનું કર્તવ્ય
ત્યાં ઉછર્યા હતા? એમને દીક્ષા આપનાર કોણ? ચોથા આરામાં તે વિશિષ્ટ જ્ઞાનીઓ પિતાના જ્ઞાનબળથી પિતાને જે યોગ્ય લાગે તે કરી શકે છે, એ મહાત્મા પુરુષોએ જે કાંઈ તે કાળે કર્યું હોય તેને આગળ કરીને વ્યવહારમાર્ગને લેપ ન કરી શકાય.
એ કાળમાં તે છ વર્ષની તદ્દન હાની વયમાં દીક્ષા અપાતી હતી, તે શું આજે અમે એ રીતે આપીશું તે તે સુધારકે કબૂલ કરશે કે? જૈન શાસનમાં દીક્ષાની યોગ્યતા માટે, ઉત્તમ જાતિ અને ઉત્તમ કુલ જોવાનું પણ અમારે માટે વિધાન કર્યું છે. કારણ કે જાત એ પણ ધર્મને પાળવા માટે ખાસ વિહીત છે. વ્યવહારમાં પણ કહેવાય છે કે જાત વિના ભાત ન પડે !
અરે જે એ રીતે શાસ્ત્રોમાંનાં દૃષ્ટાંતો લેવાજ હોય તે, યુગલિક કાળમાં ભાઈ–બહેનના પરસ્પર વિવાહ સંબંધ જોડાતા હતા. તે એજ કાર્ય કરનારને આજે લેકવ્યવહાર શું કહેશે? એને માટે જેનશાસ્ત્રના દૃષ્ટાંત ન અપાય. શ્રી સ્થૂલભદ્રજીને વેશ્યાના આવાસમાં ચાતુર્માસ કરવાની અનુજ્ઞા તેઓને ગુરૂમહારાજશ્રીએ આપી, તે આજે એ વ્યવહાર સ્વીકારી શકાય કે? હંમેશા વિશિષ્ટ જ્ઞાની પુરૂષ જે વસ્તુ સ્વીકારે તેનું ઉદાહરણ ન હોઈ શકે ! મેતાર્ય મુનિવરનું આત્મબલિદાન કેમ ભૂલાય છે?
મેતાર્યમહર્ષિનું ઉદાહરણ છવદયાના પાલન માટે આજના સંહારક ને સ્વાર્થી યુગમાં ખાસ આદર્શરૂપ છે. મહર્ષિ મેતાર્ય મુનિવર, રાજગૃહીમાં એક સોનીને ત્યાં ગોચરી માટે પધાર્યા છે. સેનાના જવલા . ઘડતે તે સની ઉભે થઈ મહાત્માનું સન્માન કરે છે. “ધર્મલાભ” કહી ઋષિવર તેના મકાનમાં અંદર પેઠા. સેની આગળ ને મહાત્મા પાછળ. ભાવપૂર્વક સેનીએ મેતાર્યમુનિને
આહાર વહોરાવ્યો. એટલામાં કૌંચ નામનું પક્ષી, સેનીના સેનાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com